TRAI નું નિવેદન: 2019ના અંત સુધી શરૂ થઇ જશે સેટ ટોપ બોક્સ પોર્ટેબિલિટીની સુવિધા

બ્રોડકાસ્ટ રેગ્યુલેટર TRAI એ શુક્રવારે કહ્યું કે તે ટીવી સેટ ટોપ બોક્સની પોર્ટેબિલિટીને સંભવ કરવા માટે બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. નિયામકે આશા વ્યક્ત કરી છે કે ઉદ્યોગની સાથે મળીને તે વર્ષના અંત સુધી તેનો રસ્તો શોધી કાઢશે. આ પગલું મહત્વપૂર્ણ છે. આમ એટલા માટે કે સેટ ટોપ બોક્સ ગ્રાહક કોઇ ટીવી ડીટીએચ સર્વિસ પ્રોવાઇડરની સેવા લીધા બાદ કંપની સાથે બંધાઇ જાય છે કારણ કે દરેક કંપનીનું સેટ ટોપ બોક્સ અલગ હોય છે.
TRAI નું નિવેદન: 2019ના અંત સુધી શરૂ થઇ જશે સેટ ટોપ બોક્સ પોર્ટેબિલિટીની સુવિધા

નવી દિલ્હી: બ્રોડકાસ્ટ રેગ્યુલેટર TRAI એ શુક્રવારે કહ્યું કે તે ટીવી સેટ ટોપ બોક્સની પોર્ટેબિલિટીને સંભવ કરવા માટે બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. નિયામકે આશા વ્યક્ત કરી છે કે ઉદ્યોગની સાથે મળીને તે વર્ષના અંત સુધી તેનો રસ્તો શોધી કાઢશે. આ પગલું મહત્વપૂર્ણ છે. આમ એટલા માટે કે સેટ ટોપ બોક્સ ગ્રાહક કોઇ ટીવી ડીટીએચ સર્વિસ પ્રોવાઇડરની સેવા લીધા બાદ કંપની સાથે બંધાઇ જાય છે કારણ કે દરેક કંપનીનું સેટ ટોપ બોક્સ અલગ હોય છે.

જો કોઇ ગ્રાહક પોતાના સર્વિસ પ્રોવાઇડર બદલવા માંગે છે તો તેને તે કંપનીનું સેટ ટોપ બોક્સ ખરીદવા માટે સારી એવી ખર્ચ કરવી પડે છે. આ ઉપરાંત જૂના સેટ ટોપ બોક્સ અનઉપયોગી થઇ જાય છે અને ઇલેક્ટ્રિક કચરો બની જાય છે. ભારતીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરે નિવેદન જાહેર કરીને કહ્યું કે તેને સેટ ટોપ બોક્સની પોર્ટેબિલિટીને લાગૂ કરવા માટે વિકલ્પ શોધવા માટે લક્ષ્યથી એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. 

ડીટીએચ તથા કેબલ સેવાઓમાં ચેનલ મુજબ ચૂકવણી કરવાની નવી સિસ્ટમ વિશે નિયમનકારીએ કહ્યું કે તેનાથી બજારમાં ઉપલબ્ધ કરાવવાનો સારો વિકલ્પ સિલેક્ટ કરવામાં મદદ મળશે. ટ્રાઇએ કહ્યું કે બજારને વધુ ખુલ્લું અને પ્રતિસ્પર્ધી બનાવવા તથા ગ્રાહકોને વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સેટ ટોપ બોક્સની પોર્ટેબિલિટીનો મુદ્દો ખૂબ મહત્વપૂર્ણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news