Twitter Account થઈ કે છે હેક! હેકર્સથી બચવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

Twitter Account Hack: માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર આજે એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ સામાન્ય માણસથી લઈને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ કરે છે. પરંતુ ટ્વિટર પર અવારનવાર હેકિંગ સાથે જોડાયેલા સમાચારો સામે આવતા રહે છે.

Twitter Account થઈ કે છે હેક! હેકર્સથી બચવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

નવી દિલ્લીઃ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર આજે એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ સામાન્ય માણસથી લઈને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ કરે છે. પરંતુ ટ્વિટર પર અવારનવાર હેકિંગ સાથે જોડાયેલા સમાચારો સામે આવતા રહે છે. હેકિંગનો શિકાર માત્ર સામાન્ય માણસ જ નહીં પરંતુ પીએમ નરેન્દ્ર મોદી પણ બન્યા છે. હાલમાં જ યુપીના સીએમઓનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. સાથે યુજીસીનું એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, ટ્વિટર એકાઉન્ટની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ  છે. અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તમારા ટ્વિટર એકાઉન્ટને હેક થવાથી બચાવી શકો છો.

Twitter એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત કરશો?
જો તમે તમારા ટ્વિટર એકાઉન્ટને હેક થવાથી બચાવવા માંગો છો, તો તમારે ટિપ્સને ફોલો કરવી પડશે અને અમે અહીં તમને ટિપ્સની જણાવીશું

પાસવર્ડ બદલો-
Twitter એકાઉન્ટ હેક થવાથી બચાવવા માટે પાસવર્ડ બદલતા રહો. તમે ઓકવર્ડ પાસવર્ડ સિલેક્ટ કરો જેથી કોઈ તમારા એકાઉન્ટ સુધી પહોંચી ન શકે

ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન-
Twitter પર એકાઉન્ટમાં લોગિન કરવા માટે ટુ સ્ટેપ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. આ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખશે.

શંકાસ્પદ લિંક્સથી સાવચેત રહો-
કોઈ શંકાસ્પદ લિંક પર તમારી કોઈપણ અંગત વિગતો શેર કરશો નહીં. તમારી લૉગિન વિગતો દાખલ કરતા પહેલા ખાતરી કરો કે તમે twitter.com પર છો.

થર્ડ પાર્ટી એપ્સ-
ટ્વિટરને હેકિંગથી બચાવવા માટે યુઝરનેમ અને પાસવર્ડને થર્ડ પાર્ટી એપ્સ સાથે ક્યારેય શેર કરશો નહીં. ખાસ કરીને એવી એપ્સથી દૂર રહો જે પૈસા આપવાની જાહેરાતો મુકે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news