ન્યૂ યર પાર્ટીમાં ટુ ઈન વન સોલ્યુશન, આ LED Bulb Speaker થી આખુ ઘર ક્લબ બની જશે

Speaker Light : Bulb અને બ્લુટૂથ સ્પીકર પણ, New Year ની પાર્ટીમાં કંઈક નવુ કરવુ હોય તો 359 રૂપિયામાં મળતી આ પ્રોડક્ટ ધાસૂં છે 

ન્યૂ યર પાર્ટીમાં ટુ ઈન વન સોલ્યુશન, આ LED Bulb Speaker થી આખુ ઘર ક્લબ બની જશે

LED Speaker: નવા વર્ષની ઉજવણી માટે હવે બહુ દિવસો બાકી રહ્યાં નથી. લોકો પાર્ટીની તૈયારીઓમાં લાગી ગયા છે. પાર્ટી માટે સ્પીકર અને લાઈટિંગ સૌથી વધુ જરૂરી હોય છે. પરંતુ શાનદાર એરેન્જમેન્ટ કરવી દરેકના બજેટને પોસાય તેમ નથી. પરંતુ એક વસ્તુથી તમારી પાર્ટી શાનદાર બની જશે. આ લાઈટથી આખું ઘર પાર્ટી ક્લબ બની જશે. 

જો તમે ઘરમાં પાર્ટી કરવાના શોખી છો તો તમને પાર્ટી માટે મ્યૂઝિક અને લાઈટિંગ બંનેની જરૂર પડી શકે છે. જેમ કે, હવે ન્યૂ યર આવી રહ્યું છે તો તમે તમારા મિત્રોની સાથે પાર્ટીનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. લાઈટિંગ અને સ્પીકર. જોકે, અનેક લોકોનું આવુ કરવુ બજેટમાં હોતુ નથી. તેમને લાઈટિંગ અને સાઉન્ડ માટે જુગાડ કરવા પડે છે. રૂપિયા ખર્ચવા પડે છે. જો તમે ઓછા બજેટમાં લાઈટિંગ અને મ્યૂઝિકનું ઓપ્શન શોધી રહ્યા છો તો અમે તમને એક ઓપ્શન સજેસ્ટ કરીશું. માર્કેટમાં એક શાનદાર બલ્બ આવ્યો છે, જે ન માત્ર સસ્તો છે, પરંતુ તેમાં તમને લાઈટિંગ અને મ્યૂઝિક બંનેનો ઓપ્શન આપશે.

કયો છે આ બલ્સ અને તેની ખાસિયત 
જે એલઈડી બલ્બની અમે વાત કરીએ છીએ, તેનુ નામ MIFKRT original RGB Music bulb 04 bluetooth speaker with multi colours led bluetooth 12 W Bluetooth Home Theatre  (Multicolor, Stereo Channel) છે. આ કોઈ નોર્મલ બબ્લ નથી, પંરતું તે એક બ્લુટૂથ સ્પીકરની સુવિધાવાળું કલરફુલ લાઈટિંગ બલ્બ છે. તેનો ઉપયોગ પાર્ટીમાં કરવામાં આવે છે. આ બલ્બની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેને રિમોટથી કન્ટ્રોલ કરી શકાય છે. જે તેની સાથે આવે છે. એકવાર તમે તેને ઘરમાં લગાવી દો તો તમને મ્યૂઝિક માટે કોઈ બ્લુટૂથ સ્પીકર પર નિર્ભર રહેવાની જરૂર નહિ પડે. કારણ કે, તેમાં પહેલાથી જ એક બ્લૂટૂથ સ્પીકર લગાવવામાં આવ્યું છે. જે ધમાકેદાર મ્યૂઝિક જનરેટ કરે છે.  

જો બલ્બના ખાસિયતની વાત કરીએ તો, તમારે જબરદસ્ત બ્રાઈટનેસ જોવા મળશે. સાથે જ બલ્બ 12 વોટની એનર્જી લે છે. આ બલ્બમાં તમને એક જોરદાર બ્લુટૂથ સ્પીકર મળી રહ્યું છે. અને લાઈટિંગના કલર કોમ્બિનેશનને કન્ટ્રોલ કરવા માટે તમને એક રિમોટ આપવામાં આવશે. આ રિમોટ બેસ્ટ રીતે કામ કરે છે. તેમાં તમને અનેક પ્રકારના મોડ મળી જશે. આ લાઈટિંગનો ઉપયોગ કરીને તમે સરળતાથી મ્યૂઝિક અને લાઈટિંગનું સેટિંગ કરી શકો છો. સસ્તામાં પાર્ટી કરવાનો આ બેસ્ટ ઓપ્શન છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news