Mobile: 50MPના લેન્સ અને સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે લોંચ થયો ગજબનો Smart Phone, થઈ જશે ખરીદવાનું મન

આ ફોનમાં સ્નેપડ્રેગન 888નું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 8GB રેમ અને 128GB તેમજ 12GB રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજના વેરિયંટમાં મળશે. સાથે જ 55Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. 

Mobile: 50MPના લેન્સ અને સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે લોંચ થયો ગજબનો Smart Phone, થઈ જશે ખરીદવાનું મન

ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્માર્ટફોન કંપની VIVOએ અનેક ઢાસું ફિચર સાથે X60 PRO+ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન એક ફ્લેગશિપ 5G સ્માર્ટફોન છે. જેમાં સ્નેપડ્રેગન 888નું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે અનેક સુપર ફિચર્સ આપવામાં આવ્યા છે. 

સ્ક્રિન અને સ્ટોરેજ
VIVO X60 PRO+માં 6.55 ઈંચની ફુલ HD+(2376*1080) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનનો સ્ક્રિન ટુ બોડી રેશિયો 89.8% છે. ફોન 8GB રેમ અને 128GB તેમજ 12GB રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજ સાથે મળશે. આ ફોનનો વજન માત્ર 190 ગ્રામ છે. 

કેમેરા
ફોનના રિયરમાં ક્વોડ કેમેરા (Camera) સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં ઝીસ ઓપ્ટિક્સનો 50 મેગાપિક્સલ(f/1.5)નો પ્રાઈમરી કેમેરો (Camera) , 48 મેગાપિક્સલ(f/2.2)નો અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ અને 32 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ(f/2.0) અને 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સ(f/3.4) આપવામાં આવ્યો છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો (Camera) (f/2.4) આપવામાં આવ્યો છે. 

બેટરી
VIVO X60 PRO+ સ્માર્ટફોનમાં 4200 mAHની બેટરી સાથે 55W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

સોફ્ટવેર
આ સ્માર્ટફોનનું કેમેરા (Camera) સેટઅપ શાનદાર ફોટોગ્રાફી માટે બેસ્ટ છે. VIVO X60 PRO+માં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OriginOS 1.0 પર ચાલે છે. ફોનમાં 5G, 4G VoLTE, Wi-Fi 6.0, WiFi 5.0, Bluetooth v5.1, GPS/A-GPS, NFC, ટાઈપ C અને ડ્યુલ સિમ સપોર્ટ છે. ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. 

કલર અને કિંમત
VIVO X60 PRO+ સ્માર્ટફોન ડાર્ક બ્લુ કલરમાં મળી રહેશે. ફોનનું 8GB/128GB વેરિયંટ 56,500માં મળશે. જ્યારે 12GB/256GB વેરિયંટ 67,800માં મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news