રાજ્ય સરકારનો આદેશ: હવે જીન્સ અને ટી-શર્ટ પહેરીને જઇ શકશો નહી ઓફિસ, ડ્રેસ કોડ જાહેર
પરિપત્ર અનુસાર પુરૂષ કર્મચારી, શર્ટ અને પેન્ટ અથવા ટ્રાઉઝર પેન્ટ પહેરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 'ખાટ્ટા રંગ અને વિચિત્ર પ્રિંટ અથવા ફોટા છપાયેલા કપડાં પહેરવા ન જોઇએ. આ સાથે જ કર્મચારીઓ અને કાર્યાલયોમાં જીન્સ અને ટી શર્ટ પહેરી શકશે નહી.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ પોતાના કર્મીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો છે, જેના હેઠળ ઓફિસમાં કર્મી ટી-શર્ટ અને જીન્સ પહેરી શકશો નહી. નવા આદેશ હેઠળ હવે રાજ્ય સરકારે તમામ કર્મચારેઓને ઓફિસમાં ચંપલ પહેરીને આવવાની પણ પરવાનગી આપી નથી. આઠ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રના અનુસાર નવો આદેશ જાહેર કર્યો છે.
ખાદીને પ્રોત્સાહન આપવાની ચળવળ
સરકારી આદેશમાં એ પણ સલાહ આપવામાં આવી છે કે તમામ સરકારી કર્મચારીઓને ઓછામાં ઓછા શુક્રવારે ખાદી (Khadi)ના કપડાં જરૂર પહેરવા જોઇએ જેથી હાથ વડે કાંતવામાં આવતાં સુતરને પ્રોત્સાહન મળે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘણા અધિકારી/કર્મચારી (ખાસ કરીને કોટ્રાન્ટ કર્મચારી અને સરકારી કામમાં લાગેલા સલાહકાર) સરકારી કર્મચારીઓ માટે ઉપયુક્ત પોશાક પહેરતા નથી. તેના લીધે સરકારી કર્મચારીઓની છબિ લોકો વચ્ચે ખરાબ થતી જાય છે.
અપેક્ષાનું ધ્યાન રાખો
સરકારી પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય જનતાને પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારા વર્તન તથા વ્યક્તિત્વની અપેક્ષા રહે છે. પરિપત્ર અનુસાર જો અધિકારીઓ તથા કર્મચારીઓનો પોશાક અયોગ્ય અને અસ્વચ્છ હશે તો તેની તેમના કામ પર પરોક્ષ રીતે અસર પડશે.
Code of conduct
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 'કોડ ઓફ કંડક્ટ'માં એ પણ લખવામાં આવ્યું છે કે કર્મચાઅરીઓના ડ્રેસ 'યોગ્ય તથા સ્વચ્છ' હોવા જોઇએ. તેમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કર્મી સાડી, સલવાર, ચુડીદાર, કુર્તો, ટ્રાઉઝર પેન્ટ અને શર્ટ પહેરી શકે છે અને જો જરૂરી છે તો દુપટ્ટો પણ નાખી શકે છે.
પુરૂષ કર્મીઓનો ડ્રેસ કોડ
પરિપત્ર અનુસાર પુરૂષ કર્મચારી, શર્ટ અને પેન્ટ અથવા ટ્રાઉઝર પેન્ટ પહેરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 'ખાટ્ટા રંગ અને વિચિત્ર પ્રિંટ અથવા ફોટા છપાયેલા કપડાં પહેરવા ન જોઇએ. આ સાથે જ કર્મચારીઓ અને કાર્યાલયોમાં જીન્સ અને ટી શર્ટ પહેરી શકશે નહી.
આ સરકારી નિર્દેશોના અંતમાં એ પણ લખવામાં આવ્યું છે કે મહિલા કર્મચારીઓને ચંપલ્લ, સેંડલ અથવા જૂતા પહેરવા જોઇએ. તો બીજી તરફ પુરૂષ કર્મીઓને જૂતા અથવા સેન્ડલ પહેરીને ઓફિસ આવવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે