WhatsApp એ લોન્ચ કર્યું જબરદસ્ત ફીચર, ખુશ થયાં યૂઝર્સ, કહ્યું- તેની બધા રાહ જોતા હતા

WhatsApp એ નવું ફીચર લોન્ચ કરી, હવે લોકોની એક મોટી ચિંતા દૂર કરી દીધી છે. હવે યૂઝર આસાનીથી આઈફોનથી એન્ડ્રોયડમાં ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરી શકશે. આવો જાણીએ તેના વિશે...

WhatsApp એ લોન્ચ કર્યું જબરદસ્ત ફીચર, ખુશ થયાં યૂઝર્સ, કહ્યું- તેની બધા રાહ જોતા હતા

નવી દિલ્હીઃ Google એ જાહેરાત કરી છે કે WhatsApp ચેટ ટ્રાન્સફર ફીચર જે યૂઝર્સને iPhone થી એન્ડ્રોયડમાં ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરી દે છે, હવે તે 'બધા પિક્સલ સ્માર્ટફોન' પર ઉપલબ્ધ થશે. પિક્સલ સિવાય આ સુવિધા અન્ય બધા એન્ડ્રોયડ 12 સ્માર્ટફોન પર આવી રહી છે. આ સુવિધા સેમસંગ ગેલેક્સી ડિવાઇસ પર પહેલાથી ઉપલબ્ધ છે, પરંતુ સેમસંગ ફોનના વિપરીત, આ સુવિધા જ્યાં એન્ડ્રોયડ 10 અને ત્યારબાદના વર્ઝન ચલાવનાર ડિવાઇસ પર ઉપલબ્ધ છે, અહીં તે એન્ડ્રોયડ 12 વાળા ફોન સુધી સીમિત છે. આવો જાણીએ આ ફીચર્સ વિશે...

શું કહ્યું કંપનીએ?
કંપનીએ એક નિવેદનમાં કહ્યું- તમે સ્માર્ટફોન પર પોતાના વોટ્સએપ એકાઉન્ટથી પોતાની ચેટ હિસ્ટ્રી અને મોમેટ્સને સુરક્ષિત રૂપથી એન્ડ્રોયડમાં ટ્રાન્સફર કરી શકો છો. અમે ક્ષમતાઓની એક નવો સેટ બનાવવા માટે વોટ્સએપ ટીમ સાથે મળીને કામ કર્યું, બધાને આઈફોનથી એન્ડ્રોયડ સ્વિચ કરવું અને પોતાનું વોટ્સએપ લેવું સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું. 

ક્યૂઆર કોડ સ્કેન કરીને થઈ શકશે ટ્રાન્સફર
એક આઈફોનથી એન્ડ્રોયડ ડિવાઇસ પર વોટ્સએપ ચેટ હિસ્ટ્રીને સફળતાપૂર્વક લાવવા માટે યૂએસબી-સીથી લાઇટનિંગ કેબલની જરૂર પડશે. ગૂગલનું કહેવું છે કે એન્ડ્રોયડ ફોન સેટ કરવા સમયે, યૂઝર્સને તેના આઈફોનની સાથે એક ક્યૂઆર કોડ સ્કેન કરાવવા માટે કહેવામાં આવશે, જે યૂઝરને ટ્રાન્સફર પ્રક્રિયા શરૂ કરવા દેશે. 

વોટ્સએપે રોલઆઉટ કરેલા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅફ ફીચર કંપનીએ કહ્યું- તમારી વોટ્સએપ ચેટ હિસ્ટ્રી તમારા આઈફોનથી તમારા નવા એન્ડ્રોયડ ફોનમાં કોપી થઈ જશે, અને અમે સેલ્ફ ડ્રાઇવના રૂપથી નક્કી કરીશું કે ટ્રાન્સફર દરમિયાન તમારા જૂની ડિવાઇસ પર નવા સંદેશ પ્રાપ્ત થશે નહીં. પાલમાં વોટ્સએપે આઈઓએસ અને એન્ડ્રોયડ યૂઝર્સ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપને રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધુ છે. 

નવા અપડેટની સાથે જો કોઈ યૂઝર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે પોતાની ચેટ હિસ્ટ્રીનું બેકઅપ લેવાનો વિકલ્પ પસંદ કરે છે તો આ માત્ર તેના માટે ઉપલબ્ધ હશે અને કોઈપણ બેકઅપને અનલોક કરવામાં ઇનેબલ નહીં થશે ન તો વોટ્સએપ અને ન તો બેકઅપ સર્વિસ પ્રોવાઇડર પોતાના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન બેકઅપ સુધી પહોંચી જશે. એપના લેટેસ્ટ વર્ઝન પર લોકો માટે આ સુવિધા ધીમે-ધીમે શરૂ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news