WhatsAppમાં આવ્યું નવું ફીચર, આમ કરો એક્ટિવેટ
મેસેજિંગ એપ વોટ્સએપ સતત પોતાની પેમેન્ટ સર્વિસમાં નવા ફીચર્સ એડ કરી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વોટ્સએપ સતત પોતાની પેમેન્ટ સર્વિસમાં નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. વોટ્સએપના એન્ડ્રોઇડ બીટા એપમાં કંપનીએ નવું ફીચર આવ્યું છે જે પેમેન્ટને વધુ સરળ બનાવી દેશે.
આ નવા ફીચર મુજબ યૂઝર્સ પોતાના મિત્રો એટલે કે વોટ્સએપ કોન્ટેક્ટથી પૈસા રિક્વેસ્ટ કરી શકશે. હાલમાં વોટ્સએપ કંપનીએ QR કોડનું ફીચર આપ્યું હતું. જેનાથી સ્કેન કરીને પૈસા મોકલી શકાય છે .
આ ફીચરને યૂઝ કરવા માટે તમારે વોટ્સએપની સેટિંગમાં જવું પડશે. અહીં પેમેન્ટનું ઓપ્શન મળશે જ્યાં ટેપ કરીને ન્યૂ પેમેન્ટ સિલેક્ટ કરશે. અહીં બે ઓપ્શન દેખાશે - to UPI ID અને Scan QR Code. તમે ઈચ્છો તો અહીંથી QR Code સિલેક્ટ કરો કે યુપીઆઈ વેરિફાઇ કરી લો. આ સ્ટેપ બાદ બે નવા વિકલ્પ મળશે. પે મની અને રિક્વેસ્ટ મની. આ પહેલા માત્ર પે મનીનો વિકલ્પ દેખાતો હતો.
ઉલ્લેખનીય છે રે રિક્વેસ્ટ ફીચર 24 કલાક વેલિડ રહેશે અને તેનો ઉપયોગ કરીને પેમેન્ટ નહીં કરી શકો. અત્યારે આ ફીચર ઘણા ઓછા લોકોને દેખાઈ રહ્યું છે જે બીટા વર્ઝનનું વોટ્સએપ યૂઝ કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે વોટ્સએપનું પેમેન્ટ સર્વિસ વોટ્સએપ પે ટેસ્ટિંગના સમયમાં અત્યારે કંપની તેને સ્ટેબલ કરવાની તૈયારી કરી રહ્યું છે. આશા છે કે કંપની જલ્દી તેનું ફાઇનલ બિલ્ડ લાવશે.
હાલમાં વોટ્સએપમાં નવુ ફીચર જોડવામાં આવ્યું છે, જેના માધ્યમથી વોટ્સએપ પર ડિલીટ કરવામાં આવેલી મીડિયા ફાઇલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે