Redmi નો ધમાકોઃ 64MP કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ બેટરી સાથે Note 11 SE લોન્ચ, જાણો વિગત
Xiaomi એ ભારતમાં પોતાનો નવો બજેટ ફોન Redmi Note 11 SE લોન્ચ કરી દીધો છે. ફોન Redmi Note 10Sનો રીબ્રાન્ડેડ વર્ઝન છે. આ ફોનના ફીચર્સ તેને બજેટ સેગમેન્ટમાં ખાસ બનાવે છે. આવો જાણીએ ફોનની વિગત..
Trending Photos
નવી દિલ્હીઃ Xiaomi એ ભારતમાં પોતાનો નવો બજેટ ફોન Redmi Note 11 SE લોન્ચ કરી દીધો છે. ફોન Redmi Note 10S નું રીબ્રાન્ડેડ વર્ઝન છે. Note 11SE ના ફીચર્સ તેને બજેટ સેગમેન્ટમાં ખાસ બનાવે છે. ફોનમાં તમને 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા, MediaTek Helio G95 ચિપસેટ, ડ્યૂલ સ્ટીરિયો સ્પીકર, 33W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5,000 એમએએચની બેટરી છે. આવો જાણીએ ફોનની કિંમત, સેલ ડેટ અને લોન્ચ ઓફર્સ સાથે જોડાયેલી વિગત.
Redmi Note 11 SE ની ભારતમાં કિંમત અને સેલ ઓફર્સ
રેડમી નોટ 11SE માત્ર એક વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 6GB RAM + 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13499 રાખવામાં આવી છે. આ ફોનને તમે ચાર કલર ઓપ્શન Biforst Blue, Cosmic White, Space Black અને Thunder Purple માં ખરીદી શકો છો. Note 11 SE ને ભારતમાં 31 ઓગસ્ટે સેલ માટે ઉતારવામાં આવશે. ગ્રાહક Redmi Note 11 SE ને આઈસીઆઈસીઆઈ બેન્ક ક્રેડિટ કાર્ડ પર 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકશે. ફોનને તમે 468 રૂપિયાના ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો.
આ પણ વાંચોઃ 5G Services Launch: 12 ઓક્ટોબર સુધી દેશમાં લોન્ચ થઈ જશે 5જી મોબાઇલ સર્વિસ, અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
Redmi Note 11SE ના સ્પેસિફિકેશન અને ફીચર્સ
Redmi Note 11SE માં 6.43 ઇંચ સુપર AMOLED ડોટ ડિસ્પ્લે હશે જે બ્લૂ લાઇટ સર્ટિફિકેશન સાથે આવશે. તેની ડિસ્પ્લે 2400 x 1080 FHD+ રેઝોલૂશનને સપોર્ટ કરે છે. રેડમીના આ બજેટ ગેમિંગ ફોનમાં 1100 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ મળે છે. ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને AI face unlock સપોર્ટ છે. સ્માર્ટફોન MediaTek Helio G95 ચિપસેટ દ્વારા સંચાલિત છે.
સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં 64MPનું પ્રાઇમરી સેન્સર, 8MPનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ, 2MPનો મેક્રો લેન્સ અને 2MP નું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.
Redmi Note 11SE માં 5,000mAh ની બેટરીથી લેસ છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોન માત્ર 30 મિનિટમાં 0-54 ટકા ચાર્જ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે