માત્ર 4 રૂ.માં મેળવો LED ટીવી અને સ્માર્ટ ફોન, જાણો સમગ્ર વિગતો, નહીં તો ભરપેટ પસ્તાશો

 ચારવર્ષ પહેલા Mi 3 સ્માર્ટફોનથી ઈન્ડિયન માર્કેટમાં શરૂઆત કરનારી ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની શાઓમી આ વખતે પોતાની એનિવર્સિટી અલગ રીતે સેલિબ્રેટ કરી રહી છે.

Viral Raval Viral Raval | Updated: Jul 9, 2018, 08:23 AM IST
માત્ર 4 રૂ.માં મેળવો LED ટીવી અને સ્માર્ટ ફોન, જાણો સમગ્ર વિગતો, નહીં તો ભરપેટ પસ્તાશો

નવી દિલ્હી: ચારવર્ષ પહેલા Mi 3 સ્માર્ટફોનથી ઈન્ડિયન માર્કેટમાં શરૂઆત કરનારી ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની શાઓમી આ વખતે પોતાની એનિવર્સિટી અલગ રીતે સેલિબ્રેટ કરી રહી છે. કંપની ભારતીય બજારમાં ચોથી વર્ષગાઠના અવસરે Xiaomi Mi 4th Anniversary Saleનું આયોજન કરીને અનેક સ્પેશિયલ ઓફર રજુ કરી રહી છે. શાઓમી તરફથી શરૂ થનારા આ વાર્ષિક સેલનો લાભ Mi.com પર 10થી 12 જુલાઈ સુધી મળશે. કંપની તરફથી શરૂ કરવામાં આવેલી આ ડીલમાં શાઓમીના કોઈ પણ પ્રોડક્ટ 4 રૂપિયામાં મળશે. 

ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર
4 રૂપિયાવાળા આ સેલમાં 55 ઈંચવાળુ એમઆઈ એલઈડી સ્માર્ટ ટીવી, રેડમી વાય 2, રેડમી નોટ 5 પ્રો અને એમઆઈ બેંડ 2 સામેલ છે. આ ઉપરાંત Mi Mix 2 અને Mi Max 2, પેટીએમ અને મોબિક્વીક સાથે પાર્ટનરશીપ કરેલી છે. જે મુજબ ગ્રાહકોને ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર આપવામાં આવી રહી છે. 

આ પણ ઓફર છે
એમઆઈ એનિવર્સરી સેલમાં ગ્રાહકોને એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પરંતુ આ માટે તમારે ઓછામાં ઓછા 7500 રૂપિયાનું શોપિંગ કરવું પડશે. આ જ રીતે પેટીએમ દ્વારા 8999ની ખરીદી કરશો તો તમને 500  રૂપિયા કેશબેક મળશે. તથા મોબિક્વિકથી ખરીદી કરવા પર 3000 રૂપિયા સુધીનું કેશબેક મળે છે. 

એમઆઈ એનિવર્સરી ફ્લેશ સેલ
શાઓમી તરફથી ચાર રૂપિયાવાળું સેલ કંપનીની વેબસાઈટ Mi.com પર 10થી 12 જુલાઈના રોજ સાંજે 4 વાગે આયોજિત કરવામાં આવશે. આ સેલમાં કંપની તરપથી રેડમી નોટ 5 પ્રો, રેડમી વાય2, 55 ઈંચ એલઈડી સ્માર્ટ ટીવી 4, મી બોડી કંપોઝિશન સ્કેલ, રેડમી વાય 2, મી બેંડ 2ની ખરીદી થઈ શકશે. 

ફ્લેશ સેલ ઉપરાંત એમઆઈ એનિવર્સરી સેલમાં કંપનીએ પસંદગીના મોડલ પર સારું ડિસ્કાઉન્ટ પણ ઓફર કર્યું છે. આ દરમિયાન Mi Mix 2  27,999 રૂપિયામાં અને 14,000 રૂપિયામાં Mi Max 2 મળશે. ટ્રાવેલ બેકપેક 1899 રૂપિયામાં, એમઆઈ ઈયરફોન 649 રૂપિયામાં, એમઆઈ બેંડ 21,599 રૂપિયામાં મળશે.