પીએમ મોદી આજે નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું કરશે ઉદઘાટન
વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે નોઇડાના પ્રવાસે છે. અહીં તે દુનિયાની સૌથી મોટી સેમસંગ મોબાઇલ ફેક્ટરીનું ઉદઘાટન કરશે. તેમની સાથે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન પણ રહેશે. નોઇડામાં વીવીઆઇપી મૂવમેંટને લઇને સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે નોઇડાના પ્રવાસે છે. અહીં તે દુનિયાની સૌથી મોટી સેમસંગ મોબાઇલ ફેક્ટરીનું ઉદઘાટન કરશે. તેમની સાથે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન પણ રહેશે. નોઇડામાં વીવીઆઇપી મૂવમેંટને લઇને સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઇડામાં સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળ પર તૈયારીનું નિરિક્ષણ કર્યું હતું.
આમ તો વડાપ્રધાન નરેંદ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ હવાઇ માર્ગે કાર્યસ્થળ પર પહોંચશે. તેમછતાં માર્ગ પર સંભાવનાઓને લઇને પણ યૂપી વહિવટીતંત્રએ વ્યવસ્થા કરી છે. રવિવારે દિલ્હી અને નોઇડાને જોડનાર રોડમાર્ગને વ્યવસ્થિત કરવામાં આવ્યો. સમગ્ર રોડની સાફ-સફાઇ કરવામાં આવી. રિહર્સલ તરીકે સુરક્ષાની આકરી વ્યવ્યસ્થા કરવામાં આવી. અક્ષરધામ માર્ગથી માંડીને નોઇડા સુધીના માર્ગે આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન DND અથવા અક્ષરધામ મંદિરની સામેના માર્ગે નોઇડા તરફ જશે. એવામાં નોઇડા ઓથોરિટી દ્વારા સેક્ટર-14 નોઇડા પ્રવેશ દ્વાર અને DNDથી સેક્ટર-81 સુધી જનાર રોડને ઠીક કરવામાં આવ્યો છે.
નોઇડાના સેક્ટર 81માં સ્થિત સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની જે ફેક્ટરીનું વડાપ્રધાન ઉદઘાટન કરશે તે 35 એકરમાં ફેલાયેલી છે. આ દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરી ગણવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના સહયોગથી તેને બનાવવામાં આવી છે. જોકે આ મોબાઇલ ફેક્ટરી 2005માં લગાવવામાં આવી હતી, પરંતુ ગત જૂનમાં દક્ષિણ કોરિયાઇ કંપનીએ 4,915 કરોડ રૂપિયાનું રોકાણ કરી નોઇડા ફેક્ટરીમાં વિસ્તાર કરવાની જાહેરાત કરી હતી.
ભારતમાં આ કંપની હાલમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહી છે અને નવો પ્લાન્ટ શરૂ થતાં અહીં લગભગ 12 કરોડ મોબાઇલ ફોન બનાવવામાં આવશે. સેમસંગના ભારતમાં બે પ્લાન્ટ, નોઇડા અને તમિલનાડુના શ્રીપેરુ બદૂરમાં છે. આ ઉપરાંત રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેક્ટર અને નોઇડામાં એક ડિઝાઇન કેંદ્ર છે જેમાં લગભગ 70 હજાર લોકો કામ કરે છે. કંપનીએ પોતના નેટવર્કમાં વધાર્યું છે અને 1.5 લાખ રિટેલ આઉટલેટ ખોલ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે