Redmi એ લોન્ચ કર્યા વાયરલેસ ઇયરબડ્સ, 12 કલાક કરશે કામ અને ઘોંઘાટ પણ કરી દેશે ઓછો
Xiaomi ની બ્રાન્ડ રેડમી (Redmi) એ મંગળવારે ભારતમાં 1,799 રૂપિયાની કિંમતના વાયસલેસ ઈયરફોન ઈયરબડ્સ (wireless earphone earbuds) એસને લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ જલ્દી જ બધી દૂકાનો પર પણ ઉપલબ્ધ થઇ જશે.
Trending Photos
નવી દિલ્હી: Xiaomi ની બ્રાન્ડ રેડમી (Redmi) એ મંગળવારે ભારતમાં 1,799 રૂપિયાની કિંમતના વાયસલેસ ઈયરફોન ઈયરબડ્સ (wireless earphone earbuds) એસને લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ જલ્દી જ બધી દૂકાનો પર પણ ઉપલબ્ધ થઇ જશે.
અત્યારે રેડમી ઈયરબડ્સ એસનું વેચાણ 27 મે થી શરૂ થઈ જશે અને આ એમેઝોન ઇન્ડિયા, મી ડોટ કોમ, મી હોમ સ્ટોર્સ અને બીજા પણ સ્ટૂડિયો આઉટલેટ્સના માધ્યમથી ઉપલબ્ધ થશે.
Xiaomi ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અનૂજ શર્માના જણાવ્યા અનુસાર કોમ્પૈક્ટ ડિઝાઈન અને આઈપીએક્સ4 રેટિંગ જેવી સુવિધાઓથી રેડમી ઈયરબડ્સ એસની બહુમુખી ક્ષમતા ઘણી વધી જાય છે, જેનો અલગ - અલગ જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. અમને આશા છે કે રેડમી ઇયરબડ્સ એસની સાથે આમારા ગ્રાહકોન. ઓડિયોનો એક શાનદાર અનુભવ મળશે.
રિયલમીએ લોન્ચ કર્યાં 4 રિયર કેમેરાવાળા 2 સ્માર્ટફોન, જાણો કિંમત
ડિવાઈસમાં ગેમ રમવા દરમિયાન ઓડિઓ લૈગને ઓછી કરવા માટે સમર્પિત ગેમિંગ મોડ ( લો-લેટેંસી મોડ) ની સુવિધા છે. કંપનીના જણાવ્યાં અનુસાર ઈયરબડ્સ એસ ચાજિંગ કેસ સાથે 12 કલાક સુધી ચાલવા માટે સક્ષમ છે.
તેના ઉપરાંત તેમાં આજુબાજુ થઈ રહેલો ઘોંઘાટ ને ઓછો કરવાનો વિકલ્પ (ENC) જેવા શાનદરા ફિચર પણ આપવામાં આવ્યાં છે. આની પહેલા ખબર આવી હતી કે Xiaomi કથિત રીતે ભારતમાં પોકો2 પ્રો (Poco F2 Pro) ના રૂપમાં રેડમી 30 પ્રો (Redmi K30 Pro) ને રીબ્રાન્ડ કરીને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
હવે ગૂગલ પ્લે સપોર્ટ પેજ પોકો એફ2 પ્રો નું કોડ નેમ આઇએમઆઇ બતાવી રહ્યાં છે, જો કે કે30 પ્રો નું પણ કોડ નેમ છે. ગિજ્મો ચાઈનની ખબર અનુસાર, તેનાથી જાણવાં મળે છે કે વાસ્તવમાં બન્ને ડિવાઈસ પોકો એફ2 પ્રો અને રેડમી પ્રો એક જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે