Xiaomi એ અનવીલ કરી પ્રથમ ઈલેક્ટ્રિક કાર SU7,જાણો કેટલી મળશે રેન્જ અને ટોપ સ્પીડ

Xiaomi Unveiled First Electric Car: કંપનીએ આજે 28 ડિસેમ્બર 2023ના પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કારને અનવીલ કરી દીધી છે. તે લુક અને ડિઝાઇનમાં  Porsche કાર જેવી લાગે છે. પરંતુ કંપનીએ આ કારમાં ટોપ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ આપ્યા છે. 
 

Xiaomi એ અનવીલ કરી પ્રથમ ઈલેક્ટ્રિક કાર SU7,જાણો કેટલી મળશે રેન્જ અને ટોપ સ્પીડ

નવી દિલ્હીઃ Xiaomi Unveiled First Electric Car: ચીનની સ્માર્ટફોન બનાવતી દિગ્ગજ કંપની Xiaomi એ દુનિયામાં પ્રથમવાર પોતાની ઈલેક્ટ્રિક કાર રજૂ કરી છે. કંપનીએ 28 ડિસેમ્બર 2023ના પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કારને અનવીલ કરી દીધી છે. આ કારનો લુક અને ડિઝાઇન કેટલીક હદ સુધી Porsche ની કાર જેવો લાગે છે. પરંતુ કંપનીએ આ કારમાં ટોપ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ આપ્યા છે. કંપનીએ ગ્લોબલ સ્તર પર પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર SU7 ને અનવીલ કરી દીધી છે. કંપનીના ચેરમેન અને સીઈઓ lei Jun એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા આ કારના ફોટો અને ફીચર્સની જાણકારી આપી છે.

Xiaomi Electric Car SU7: કેવી છે ડિઝાઇન
કંપનીએ બે કારને ગ્લોબલ સ્તર પર અનવીલ કરી છે. કંપનીએ  SU7 અને SU7 Max ને અનવીલ કરી છે. કંપનીએ ત્રણ કલર વેરિએન્ટમાં આ કારને અનવીલ કરી છે. SU નું ફુલ ફોર્મ Speed Ultra છે, એટલે કે કાર અલ્ટીમેટ સ્પીડનો અનુભવ આપશે. 

Xiaomi SU7 એક 4-ડોર સેડાન કાર છે, જે 4997 એમએમ લાંબી, 1963 એમએમ પહોળી અને 1455 એમએમ ઊંચી છે. આ કારનો વ્હીલબેસ 3000 એમએમ છે. કંપનીએ બે બેટરી વેરિએન્ટની સાથે આ કારને અનવીલ કરી છે. 

— Lei Jun (@leijun) December 28, 2023

Xiaomi Electric Car SU7: સ્પેસિફિકેશન અને ફીચર્સ
કંપનીની જે બેઝ વેરિએન્ટવાળી કાર છે, તેમાં 73.6 kwh નું બેટરી પેક મળે છે અને ટોપ લાઈન વેરિએન્ટવાળી કારમાં 101 kwh નું બેટરી પેક મળે છે. કંપનીએ પોતાની CTB (Cell To Body)ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. કારના ટોપ વેરિએન્ટમાં 800 km ની રેન્જ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. 

ટોપ સ્પીડની વાત કરીએ તો બેઝ વેરિએન્ટ કારમાં 210 kmph અને ટોપ વેરિએન્ટમાં 265 kmph ની ટોપ સ્પીડ મળે છે. ડિઝાઇનની વાત કરીએ તો કારની ડિઝાઇન લગ્ઝરી સ્પોર્ટ્સ કાર જેવી જોવા મળે છે. નોંધનીય છે કે કંપની વર્ષ 2025માં વધુ એક મોડલ લાવશે જે 1200 km રેન્જનો દાવો કરે છે. 

કારમાં મળશે સેલ્ફ પાર્કિંગ જેવા ફીચર્સ
કંપનીનું કહેવું છે કે આ કારમાં ઓટોનોમસ ડ્રાઇવિંગ એટલે કે સેલ્ફ પાર્કિંગ જેવા ફીચર મળે છે. લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન કંપનીએ સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્નોલોજી વિશે જાણકારી આપી હતી. આ કાર હાઈ રેઝોલ્યૂશન કેમેરા, લાઇડર, અલ્ટ્રાસોનિક અને રડારની સાથે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news