20 મેએ Xiaomi લોન્ચ કરી રહી છે આ શાનદાર સ્માર્ટફોન, 48MP કેમેરો અને હશે આ ફીચર

Redmi Note 7S એક મિડ બજેટ સ્માર્ટફોન હશે, જેમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરો હશે. 
 

 20 મેએ Xiaomi લોન્ચ કરી રહી છે આ શાનદાર સ્માર્ટફોન,  48MP કેમેરો અને હશે આ ફીચર

નવી દિલ્હીઃ શાઓમી (Xiaomi) ટૂંક સમયમાં ભારતીય બજારમાં રેડમી s સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જાણકારી પ્રમાણે, કંપની 20 મેએ Redmi Note 7S લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Redmi Note 7 Pro જેવો 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ વખત Xiaomi એસ સિરીઝમાં સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. 

શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનૂ જૈને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જાણકારી પ્રમાણે આ સ્માર્ટફોનમાં ડુઅલ કેમેરા સેટ અપ આપવામાં આવ્યું છે. આશા કરવામાં આવી રહી છે કે, તેના મોટાભાગના ફીચર Redmi Note 7 જેવા હશે, જેમ કે ડોટ ડ્રોપ નોચ, ગ્લાસ બોડી.  

So we've decided to get you both! 😎#RedmiNote7S - An all-new SUPER Redmi Note for all our India Mi fans is coming! #48MPForEveryone unveils on 20th May. Mark your calendars! 🗓️

— Manu Kumar Jain (@manukumarjain) May 16, 2019

Redmi Note 7Sની કિંમતની હજુ કોઈ જાણકારી નથી. પરંતુ Redmi Note 7 જેવા ફીચર હોવાને કારણે માનવામાં આવી રહ્યું છે કે, તેની કિંમત પણ આ રેન્જમાં હોઈ શકે છે. Redmi Note 7ની કિંમત 9999 રૂપિયાથી શરૂ થાય છે. તેના ટોપ મોડલની કિંમત 11999 રૂપિયા છે. Redmi Note 7 Proની કિંમત 13999 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટોપ મોડલની કિંમત 16999 રૂપિયા છે. 

શાઓમીના માર્કેટ શેરમાં સતત વધારો થતો જાય છે. ભારતીય બજારમાં કંપની માટે ખુબ મહત્વનું છે. તેથી કંપની સતત નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. થોડા દિવસ પહેલા એક ટીજમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંપની આગામી સમયમાં Redmi K20 લોન્ચ કરશે. આ સિવાય ભારતીય માર્કેટમાં Poco F1 પણ લોન્ચ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news