ગામડુ જાગે છે...
વિજ કંપનીએ ખેતરોની વચ્ચે થાંભલા નાખી દેતા હવે તેના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. વિજ કંપની દ્વારા કોઇ પણ જાણ કર્યા વગર જ કેળાના છોડ કાપીનાખતા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું છે. હવે આ ખેડુત માટે એવી મુસિબત સાબિત થઇ છે કે હવે શું કરવું તે સમસ્યા બની છે. જેટકો કંપની દ્વારા કોઇ પણ નોટિસ આપ્યા વગર છોડ કાપી નાખવામાં આવ્યા છે.
બગસરા ગામના જુના હળિયાદ ગામની એક સરકારી શાળામાં દાતાઓના સહયોગથી વર્ગખંડમાં એસી લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં ડિજિટલ બોર્ડ જેવી સગવડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં અનેક આધુનિક સુવિધા કરવામાં આવી છે.
મહેસાણાના પાલાવાસણા ગ્રામ પંચાયત દ્વારા ઇરિક્ષા વસાવવામાં આવી છે. ગામમાં આખો દિવસ દરમિયાન ઇ રિક્ષા ફરે છે. જેવી સીટી વાગે સ્થાનિક લોકો કચરો ઠાલવવા માટે આવી પહોંચે છે. ગ્રામ પંચાયત દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.