EWS પ્લોટમાં ફેરબદલ કરાતા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજાઇ

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ટીપી 40ના EWS પ્લોટમાં ફેરબદલ કરાતા લાભાર્થીઓએ ભાડજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજી હતી. લાભાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસ, અમુક લોકોના લાભાર્થે રાતોરાત ટેન્ડરને રદ કરીને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. જીવનસાથી પાર્ટી પ્લોટથી રેલી યોજાઈ હતી. થાળી વેલણ વગાડીને પણ તેમાં વિરોધ કરાયો હતો. સોલા - ભાડજ ટીપી 40 માં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો ફાઇનલ પ્લોટ નં. 35 જેનું ક્ષેત્રફળ 10965 ચો.મી. છે. જે પ્લોટ કોર્પોરેશનએ EWS(ગરીબ આવાસ યોજના) હેતુ માટે રિઝર્વ કર્યો હતો. અને તે પ્લોટમાં ગરીબ આવાસ યોજનાના મકાન બનાવવા માટે ટેન્ડરિંગ કરી કામ પણ આપી દીધું હતું અને કામ ચાલુ પણ કરી દીધું હતું.

Trending news