સરકારની 'મા કાર્ડ' યોજનાની ખુલી પોલ, જુઓ વિગત
સરકારની 'મા કાર્ડ' યોજનાના નિયમો ન પાળીને ખાનગી હોસ્પિટલોએ સરકારના નિયમોને સરેઆમ નજરઅંદાજ કર્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 17 હોસ્પિટલોએ દર્દીઓ પાસે મા કાર્ડ હોવા છતાં તેમની પાસેથી પૈસા વસૂલ્યા. સરકારે આવી હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યો નથી. સરકારે માત્ર દર્દી પાસેથી લીધેલા પૈસા હોસ્પિટલ પાસેથી વસૂલી સરકારે દર્દીઓને પરત આપ્યા છે. આવી હોસ્પિટલોને ફરજ પડવાના બદલે સરકારે બરતરફ કરી અને નોટિસ આપી હોવાની કબૂલાત કરી છે. ઇમરાન ખેડવાલાના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ આ જવાબ વિધાનસભામાં આપ્યો છે.