Road Accident: મધ્ય સેનેગલમાં બે બસો વચ્ચે ભીષણ ટક્કર, 40 લોકોના મોત, 78ને ઈજા, રાષ્ટ્રીય શોક જાહેર

મધ્ય સેનેગલમાં રવિવારે બે બસો વચ્ચે ભીષણ અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. આ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 78 લોકો ઘાયલ થયા છે.

Road Accident: મધ્ય સેનેગલમાં બે બસો વચ્ચે ભીષણ ટક્કર, 40 લોકોના મોત, 78ને ઈજા, રાષ્ટ્રીય શોક જાહેર

સેનેગટઃ Senegal Road Accident: મધ્ય સેનેગલમાં રવિવારે ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 40 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 78 લોકો ઈજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે મધ્ય સેનેગલમાં બે બસ આમને-સામને ટકરાઈ હતી. જેના કારણે બંને બસમાં સવાર ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. 

ગનીબી ગામમાં થયો રોડ અકસ્માત
રાષ્ટ્રપતિ મૈકી સોલે જણાવ્યુ કે રોડ દુર્ઘટના કૈફરીન ક્ષેત્રના ગનીબી ગામમાં વહેલી સવારે 3.30 કલાકે થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા અને ઘણા લોકોને ઈજા પહોંચી છે. 

તેમણે જણાવ્યું કે મેં ગનીબીમાં આજે થયેલા રોડ અકસ્માતથી ખુબ દુખી છું, જેમાં 40 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. હું પીડિતોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરુ છું અને ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેની કામના કરૂ છું. 

ત્રણ દિવસનો શોક જાહેર
રાષ્ટ્રપતિએ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, તે રોડ સુરક્ષા ઉપાયો પર ચર્ચા કરીશું. નોંધનીય છે કે આ રોડ દુર્ઘટના રાષ્ટ્રીય સડક સંખ્યા-1 પર થયો છે. સરકારી વકીલ પ્રમાણે જાહેર બસનું ટાયર પંક્ચર થવાને કારણે બીજી બસ સાથે ટકરાઈ હતી. જેના કારણે બસ પલટી મારી ગઈ. આ દુર્ઘટનામાં 78 લોકો ઈજાગ્રસ્ત થયા જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. 

2017માં પણ થયો હતો અકસ્માત
સ્થાનીક લોકોનું કહેવું છે કે ખરાબ રોડ, ખરાબ કારો અને ડ્રાઇવરો દ્વારા નિયમોનું પાલન ન કરવાને કારણે પશ્ચિમ, આફ્રિકી દેશમાં નિયમિત રૂપથી દુર્ઘટનાઓ થાય છે. વર્ષ 2017માં બે બસો દુર્ઘટનાગ્રસ્ત થવાથી ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news