24 વર્ષના યુવકે 81 વર્ષની વૃદ્ધા સાથે કર્યા લગ્ન, કારણ જાણીને માથું ખંજવાળશો

યુક્રેનમાં વિન્નિત્સા શહેરમાં રહેતા અલેક્ઝેન્ડર કોન્ડ્રાટ્યૂક નામની વ્યક્તિએ સેનામાં ભરતી થતા બચવા માટે પોતાની 81 વર્ષની દાદીની ઉંમરની કઝીન સાથે લગ્ન કરી લીધા.

Updated By: Oct 1, 2019, 03:35 PM IST
24 વર્ષના યુવકે 81 વર્ષની વૃદ્ધા સાથે કર્યા લગ્ન, કારણ જાણીને માથું ખંજવાળશો
તસવીર-સાભાર સીઈએન/ટીસીએચ

કહેવાય છે કે દેશની સેવા કરવી એ દરેક સુખમાંનું સૌથી શ્રેષ્ઠ સુખ છે. જેમ કે દેશની સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવી. આમ કરીને તમે દેશ માટે ઉત્તમ સેવા કરી શકો છો. પરંતુ એક છોકરાએ સેનામાં ભરતી ન થવું પડે એટલે પોતાની દાદીની ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. આ જાણીને તમને પણ ખુબ નવાઈ લાગશે. આ ચોંકાવનારો  કિસ્સો યુક્રેનનો છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ આ વયોવૃદ્ધ વ્યક્તિ યુવકની કઝીન છે. 

યુક્રેનમાં વિન્નિત્સા શહેરમાં રહેતા અલેક્ઝેન્ડર કોન્ડ્રાટ્યૂક નામની વ્યક્તિએ સેનામાં ભરતી થતા બચવા માટે પોતાની 81 વર્ષની દાદીની ઉંમરની કઝીન સાથે લગ્ન કરી લીધા. છોકરાની ઉંમર 24 વર્ષ છે. વાત જાણે એમ છે કે યુક્રેનમાં 18 વર્ષથી લઈને 26 વર્ષની વચ્ચેના દરેક વ્યક્તિએ સેનામાં સેવા આપવી જરૂરી છે. આ ઉંમરના દરેક યુવકે એક વર્ષ સેનામાં વિતાવવાનો હોય છે. પરંતુ એલેક્ઝેન્ડર આમ કરવા માંગતો નહતો. આથી તેણે તેની દાદીની ઉંમરની કઝીન સાથે જ લગ્ન કરી લીધા. 

જુઓ LIVE TV

આ સમગ્ર મામલો બહાર આવ્યાં બાદ એલેક્ઝેન્ડરની આકરી ટીકાઓ થઈ રહી છે. પરંતુ તેણે જે કર્યું તે ત્યાંના કાયદાને જોઈએ તો બરાબર છે. વર્ષ 2017માં આ છોકરાને સેનામાં ભરતી થવા માટે એક પત્ર આવ્યો. પરંતુ રિપોર્ટ્સ મુજબ સેનામાં ભરતી થવામાં છૂટ ત્યારે જ મળી શકે જ્યારે તેના ઉપર કોઈ દિવ્યાંગ વ્યક્તિની દેખભાળની જવાબદારી હોય. આવામાં એલેક્ઝેન્ડરે પોતાની એક પિતરાઈ બહેન કે જે દાદીની ઉંમરની છે તે જિનાઈડાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તે માટે તેમને રાજી પણ કરી લીધા. તે જ્યારે 22 વર્ષનો હતો અને દાદી 79 વર્ષના હતાં ત્યારે તેમણે લગ્ન કરી લીધા. આ સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી તો સ્પષ્ટ થયું કે ખરેખર તેમના લગ્ન થયા છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...