કેટલું ભવ્ય છે અબુધાબીના રણમાં બનેલું BAPS મંદિર, રાજસ્થાનના ગુલાબી પથ્થરોની શું છે ખાસિયત?

અબુધાબીમાં જ્યાં ચારે બાજુ રેત જ રેત જોવા મળે છે તે રણમાં એક ભવ્ય, દિવ્ય અને નવ્ય હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. BAPSના આ હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી સંભાવના છે. મંદિરને હાલ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

કેટલું ભવ્ય છે અબુધાબીના રણમાં બનેલું BAPS મંદિર, રાજસ્થાનના ગુલાબી પથ્થરોની શું છે ખાસિયત?

Abu Dhabi Hindu Mandir: ઈસ્લામિક દેશ અબુ ધાબીમાં પહેલી હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. બસ રાહ જોવાઈ રહી છે તેની પ્રાણ પ્રતિષ્ઠાની...આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. લાલ પથ્થરથી બનેલું આ મંદિર ભક્તો માટે તૈયાર છે. 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ધાટન કરશે. ત્યારે આવો જોઈએ કેવું છે રણમાં બનેલું આ ખાસ મંદિર.

image

અબુધાબીમાં જ્યાં ચારે બાજુ રેત જ રેત જોવા મળે છે તે રણમાં એક ભવ્ય, દિવ્ય અને નવ્ય હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. BAPSના આ હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી સંભાવના છે. મંદિરને હાલ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. PM મોદી 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં શેખ જાયદ સ્ટેડિયમમાં અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. ત્યારપછી આ મંદિરનું ઉદ્ધાટન કરે તેવી પુરી સંભાવના છે. 

  • પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર બનીને તૈયાર
  • ઈસ્લામિક દેશમાં ચારે બાજુ રેત વચ્ચે બન્યું ભવ્ય મંદિર
  • હિન્દુ આસ્થાનું પ્રતિક દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિર
  • 14 ફેબ્રુઆરીએ PM મોદી ઉદ્ધાટન કરે તેવી સંભાવના
  • પ્રેમ, પુરષાર્થ અને પવિત્રતાનું પ્રતિક BAPS મંદિર

આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ મંદિર વર્ષોના વર્ષો સુધી અડિખમ ઉભુ રહેશે. મંદિરમાં સાત અમીરાતોના પ્રતિનિધિત્વ કરનારી સાત મીનારો છે. મંદિરનું નિર્માણ 27 એકર જમીન પર કરાયું છે. મંદિર બનાવવા માટે રાજસ્થાનથી અબુધાબીમાં ગુલાબી પથ્થરો પહોંચાડાયા હતા. જેને UAEની ભીષણ ગરમી પણ કંઈ નહીં કરી શકે. 

image

મંદિરના નિર્માણ માટે રાજસ્થાનના ગુલાબી પથ્થરોની સાથે ઈટલીથી ખાસ સંગમરમર લાવવામાં આવ્યા હતા. કાર્બન ફુટપ્રિન્ટને ઓછી કરવા માટે મંદિરના પાયામાં કોંક્રિટના મિશ્રણની સાથે ફ્લાઈ એશનો ઉપયોગ કરાયો છે. એશિયાનું આ સૌથી મોટું મંદિર 32.92 મીટર ઉંચુ, 79.86 મીટર લાંબુ અને 54.86 મીટર પહોળું છે. મંદિર બનાવવા માટે 18 લાખ ઈંટનો ઉપયોગ કરાયો છે. 

કેવું છે મંદિર?

  • એશિયાનું આ સૌથી મોટું મંદિર 
  • 32.92 મીટર ઊંચુ 
  • 79.86 મીટર લાંબુ 
  • 54.86 મીટર પહોળું 
  • 18 લાખ ઈંટનો ઉપયોગ કરાયો 

image

દિવ્ય અને ભવ્ય આ મંદિરની મુલાકાતે થોડા દિવસ પહેલા જ 42 દેશના રાજદૂત પરિવાર સાથે આવ્યા હતા. UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીરે તમામ રાજદૂતને આમંત્રણ આપ્યું હતું. તમામ રાજદૂતોએ મંદિરની કામગીરી પૂર્ણ થવા પર આનંદ વ્યક્ત કર્યો. સાથે જ કહ્યું કે એક સમયે અસંભવ લાગતું આ કામ વાસ્તવિક બની ગયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દેશ અને વિદેશમાં 1200થી વધુ મંદિરનું નિર્માણ કરીને હિન્દુ ધર્મની પતાકા ચારે બાજુ લહેરાવી છે. ત્યારે ઈસ્લામિક કન્ટ્રીમાં બનનારુ આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારે નહીં ભૂલે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news