તાલિબાનના કબજા બાદ ગંભીર બન્યું માનવીય સંકટ, ભૂખમરો અને બીમારીની ઝપેટમાં અફઘાનિસ્તાન, WHO ના રિપોર્ટમાં દાવો


અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય દેખરેખની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અહીં અનેક લોકો સંઘર્ષને કારણે ભૂખ અને બીમારીની ઝપેટમાં છે. 

તાલિબાનના કબજા બાદ ગંભીર બન્યું માનવીય સંકટ, ભૂખમરો અને બીમારીની ઝપેટમાં અફઘાનિસ્તાન, WHO ના રિપોર્ટમાં દાવો

કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાં હાહાકાર મચી ગયો છે. હજારો લોકો દરરોજ દેશ છોડવા માટે એરપોર્ટ પર નજર આવી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય સંકટ પેદા થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોએ અફઘાનિસ્તાનને લઈને ચેતવણી જાહેર કરી છે કે તાલિબાનના કબજા બાદ દેશમાં માનવીટ સંકટોની એક સિરીઝ શરૂ કરી છે જેમાં સ્વાસ્થ્ય સિવાય અન્ય વસ્તુ પણ સામેલ છે. દેશના લોકો ભૂખમરો અને બીમારીની જપેટમાં છે, જેમાં 1 કરોડથી વધુ બાળકો અને મહિલાઓ સામેલ છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે એક નિવેદન જાહેર કરી અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય દેખરેખની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અહીં અનેક લોકો સંઘર્ષને કારણે ભૂખ અને બીમારીની ઝપેટમાં છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે દેશની અડધી વસ્તીને માનવીય સહાયતાની જરૂર છે જેમાં 1 કરોડ બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના પ્રવક્તા તારિક જસારેવિકે એક નિવેદનમાં કહ્યું કે, અફઘાનિસ્તાનમાં હાલ દુષ્કારથી પહેલાથી વિકટ સ્થિતિ વધુ બગડવાની આશંકા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રવક્તાએ કહ્યું- મહિલા સ્વાસ્થ્ય કર્મીઓ સુધી મહિલાઓની પહોંચ નક્કી કરવા પર ધ્યાન આપવાની સાથે દેશભરમાં કોઈપણ વિક્ષેપ વગર સ્વાસ્થ્ય સેવાઓ યથાવત રહેવી જરૂરી છે. 

મહત્વનું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો રિપોર્ટ જણાવે છે કે યૂાઇટેડ કિંગડમે કહ્યું કે, તે તાલિબાનથી ભાગીને દેશ આવનાર અફઘાન શરણાર્થીઓને કોરોના વાયરસ બીમારી વિરુદ્ધ રસી લગાવશે. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ આવનાર અફઘાનિસ્તાનીઓને આવાસ અને સહાયતા પ્રદાન કરવા માટે ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી યૂકેએ આ ક્ષેત્રમાં માનવીય સહાયતાની પોતાની રકમને બમણી કરવાનો નિર્ણય લીધો છે અને એક નવા પુનર્વાસ કાર્યક્રમ હેઠળ લગભગ 20,000 નબળા અફઘાનોને ફરીથી વસાવવા ઈચ્છે છે. 

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી, યૂએનએચસીઆરે પણ દેશમાં જરૂરી માનવીય સહાયતા નક્કી કરવા માટે સતત સમર્થનનું આહ્વાન કર્યું છે અને અફઘાનિસ્તાનની અંદર હાલ માનવીય જરૂરીયાતોમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, દેશમાં જમીની સ્તર પર સ્થિતિ ખુબ નાજુક બનેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news