UAE બાદ વધુ એક મુસ્લિમ દેશમાં બનશે ભવ્ય મંદિર, દરેક ઔપચારિકતાઓ પૂરી, જાણો વિગત

બહરીનના ક્રાઉન પ્રિન્સે મંદિર માટે જમીન ફાળવી દીધી છે. તેની દરેક ઔપચારિકતાઓ પણ પૂરી થઈ ચૂકી છે અને જલ્દી અહીં સ્વામીનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ શરૂ થશે.
 

UAE બાદ વધુ એક મુસ્લિમ દેશમાં બનશે ભવ્ય મંદિર, દરેક ઔપચારિકતાઓ પૂરી, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ યુએઈના અબુધાબીમાં ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ) મંદિરના ઉદ્ઘાટન બાદ વધુ એક મુસ્લિમ દેશમાં મંદિર બનવા જઈ રહ્યું છે. આ દેશનું નામ છે બહરીન. બહરીનમાં પીએપીએસ મંદિરનું નિર્માણ કરશે. તે માટે જમીન ફાળવી દેવામાં આવી છે અને આ મંદિરના નિર્માણ માટે તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે. તેવામાં જલ્દી આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ શકે છે.

બહરીનમાં બનનારૂ મંદિર અબુધાબીના મંદિરની જેમ ભવ્ય હશે. આ મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા કરશે. જેણે અબુધાબીમાં મંદિર બનાવ્યું છે. અબુધાબીમાં બનેલા મંદિરમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે અને બહરીનમાં નિર્માણ થનારા મંદિરમાં પણ મોટો ખર્ચ આવવાનો છે. બીએપીએસના પ્રતિનિધિમંડળે બહરીનના ક્રાઉન પ્રિન્સ સલમાન બિલ હમદ અલ ખલીફાની સાથે બેઠક કરી છે. 

સ્વામી અક્ષરાતીતદાસ, ડો. પ્રફુલ્લ વૈદ્ય, રમેશ પાટીદાર અને મહેશ દેવજીના પ્રતિનિધિમંડળે ક્રાઉન પ્રિન્સની સાથે મુલાકાત બાદ કહ્યું કે સ્વામીનારાયણ હિન્દુ મંદિરના નિર્માણનો ઉદ્દેશ્ય દરેક ધર્મોનાલોકોનું સ્વાગત કરવાનો, અલગ-અલગ સંસ્કૃતિઓ અને આધ્યાત્મિક કાર્યો માટે જગ્યા પ્રદાન કરે છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના મહંત ગુરૂ સ્વામી મહારાજે બરહીનમાં મંદિર નિર્માણની મંજૂરી મળ્યા બાદ ત્યાંના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય બંને દેશોની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો અને ધાર્મિક સદ્ભાવમાં વિશ્વાસને દર્શાવે છે. આ સાથે તેમણે મંદિરના જલ્દી નિર્માણ માટે પ્રાર્થના પણ કરી. જેથી લાખો લોકોને શાંતિ મળી શકે.

આ પહેલા ભારતીય મૂળના નિવાસીઓએ કહ્યું હતું કે યુએઈમાં મંદિર મોદીજીને કારણે બની રહ્યું છે. એક ઈસ્લામિક દેશમાં જ્યાં મૂર્તિ પૂજા હરામ માનવામાં આવે છે, ત્યાં પણ મોદીજીને કારણે આટલું ભવ્ય મંદિર બની રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news