Military support to Ukraine: અમેરિકા બાદ હવે જર્મનીએ યુક્રેનને આપી સૈન્ય મદદ, મોકલશે 1000 એન્ટી ટેન્ક હથિયાર અને 500 સ્ટિંગર મિસાઈલ

Military support to Ukraine: જર્મની યુક્રેનને 1,000 ટેન્ક વિરોધી શસ્ત્રો, 500 'સ્ટિંગર' સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (500 સ્ટિંગર મિસાઇલો) મોકલશે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પોતે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. 
 

Military support to Ukraine: અમેરિકા બાદ હવે જર્મનીએ યુક્રેનને આપી સૈન્ય મદદ, મોકલશે 1000 એન્ટી ટેન્ક હથિયાર અને 500 સ્ટિંગર મિસાઈલ

નવી દિલ્હીઃ પહેલાં અમેરિકા અને હવે જર્મની. રશિયાના હુમલા બાદ એક-એક કરી દેશ યુક્રેનની મદદ માટે આગળ આવી રહ્યાં છે. પહેલાં અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાયતા આપી અને હવે જર્મનીએ મદદની જાહેરાત કરી છે. માહિતી મળી છે કે જર્મની યુક્રેનને 1000 એન્ટી-ટેન્ક હથિયાર, 500 સ્ટિંગર (જમીનથી હવામાં માર કરનારી મિસાઇલ) મોકલશે. 

જર્મન ચાન્સલરે ટ્વીટ કરી તેની જાણકારી આપી ચે. તેમણે લખ્યું- રશિયાનો હુમલો એક મહત્વપૂર્ણ વળાંક પર છે. આ અમારૂ કર્તવ્ય છે કે અમે યુક્રેનને પુતિનની હુમલાખોર સેનાની વિરુદ્ધ બચાવમાં મદદ કરવા માટે અમારા તરફથી સંપૂર્ણ પ્રયાસ કરીશું. તેથી અમે યુક્રેનમાં અમારા મિત્રને 1000 એન્ટી-ટેન્ક હથિયાર અને 500 સ્ટિંગર મિસાઇલોની આપૂર્તિ કરી રહ્યાં છીએ. 

યુક્રેનને અમેરિકાએ આપી સૈન્ય સહાયતા
અમેરિકાએ પહેલાં યુક્રેનને સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે. અમેરિકા તરફથી યુક્રેનને અપાનારી 35 કરોડ ડોલરની વધારાની સૈન્ય સહાયતામાં “વિરોધી આર્મર્ડ સાધનો, નાના હથિયારો અને વિભિન્ન પ્રકારના ગોળા-બારૂદ અને અન્ય વસ્તુ સામેલ છે. 

— Bundeskanzler Olaf Scholz (@Bundeskanzler) February 26, 2022

પેન્ટાગનના પ્રેસ સચિવ જોન કિર્બીએ આ જાણકારી આપી છે. આ સહાયતાની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. રક્ષા વિભાગના એક અન્ય અધિકારીએ કહ્યું કે, સહાયતામાં જેવલિન ટેન્ક વિરોધી હથિયાર સામેલ હશે અને તેને તબક્કાવાર રીતે જલદીમાં જલદી યુક્રેનને ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે યુક્રેનને પાછલા કેટલાક દિવસમાં સૈન્ય સહાયતા આપવામાં આવી છે અને આગળ પણ તેના પર વિચાર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news