અલ-કાયદાના ચીફ અલ-જવાહીરીનું મોત, રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

આતંકી સંગઠન અલ-કાયદા (Al-Qaeda)ના ચીફ અલ જવાહીરી (Al-Zawahiri)નું મોત થયું છે. અરબ ન્યૂઝના અહેવાલથી મળી રહેલા સમાચારો અનુસાર અલ જવાહીરીનું અફગાનિસ્તાનમાં મોત થયું છે. રિપોર્ટ અનુસાર તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું છે

અલ-કાયદાના ચીફ અલ-જવાહીરીનું મોત, રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

નવી દિલ્હી: આતંકી સંગઠન અલ-કાયદા (Al-Qaeda)ના ચીફ અલ જવાહીરી (Al-Zawahiri)નું મોત થયું છે. અરબ ન્યૂઝના અહેવાલથી મળી રહેલા સમાચારો અનુસાર અલ જવાહીરીનું અફગાનિસ્તાનમાં મોત થયું છે. રિપોર્ટ અનુસાર તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું છે. જવાહીરી છેલ્લી વખત આ વર્ષે 9/11ના હુમલાની વરસી પર જારી કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળ્યો હતો.

જો કે, તમને જણાવી દઇ કે, અલ-કાયદા એક મોટું આતંકી સંગઠન છે જેની કમાન ક્યારે આતંકી ઓસામા બિન લાદેનના હાથમાં હતી. વર્ષ 2011માં ઓસામા બિન લાદેશના મોત બાદ આ સંગઠનની દેખરેખ અલ-જવાહીરીની નિગરાનીમાં ચાલી રહી હતી. જો કે, આતંકી સંગઠન અલ કાયદાએ હજુ સુધી આ સમાચારોની કોઈ પુષ્ટિ કરી નથી.

અલ-જવાહીરીના આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પ્રથમ વખત આફગાનિસ્તાનના પ્રવાસ ગયા હતા.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારના અફગાનિસ્તાના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે કાબુલમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્રિવપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમજ આ ઉપરાંત અફગાન શાંતિ કરાર પર પણ ચર્ચા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news