વડોદરામાં નહી થાય લોકડાઉન, લોકોની ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો, માર્કેટમાં ટોળેટોળા

કોરોનાની વિસ્ફોટક સ્થિતિ કાબૂમાં ન આવતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું કે સંપુર્ણ કર્ફ્યું લગાવવા માટે ઉચ્ચ સ્તરિય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ પણ હાજર રહ્યા હતા. જો કે વડોદરાની સ્થિતી હાલ કાબૂમાં છે. એટલે હાલ કર્ફ્યુ લગાવવાની કોઇ વિચારણા નહી હોવાનું મંતવ્ય કમિશ્નરે આપ્યું હતું. જેના કારણે હાલ વડોદરામાં લોકડાઉન, કર્ફ્યું કે રાત્રી કર્ફ્યુંની કોઇ જ વિચારણ નહી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો, ત્યારબાદ કર્ફ્યુ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
વડોદરામાં નહી થાય લોકડાઉન, લોકોની ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો, માર્કેટમાં ટોળેટોળા

વડોદરા : કોરોનાની વિસ્ફોટક સ્થિતિ કાબૂમાં ન આવતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું કે સંપુર્ણ કર્ફ્યું લગાવવા માટે ઉચ્ચ સ્તરિય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ પણ હાજર રહ્યા હતા. જો કે વડોદરાની સ્થિતી હાલ કાબૂમાં છે. એટલે હાલ કર્ફ્યુ લગાવવાની કોઇ વિચારણા નહી હોવાનું મંતવ્ય કમિશ્નરે આપ્યું હતું. જેના કારણે હાલ વડોદરામાં લોકડાઉન, કર્ફ્યું કે રાત્રી કર્ફ્યુંની કોઇ જ વિચારણ નહી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો, ત્યારબાદ કર્ફ્યુ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

વડોદરામાં દિવાળી બાદ કોરોના ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો લાગી
દિવાળી બાદ અમદાવાદ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. વડોદરામાં પણ દિવાળી બાદ સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો નોંધાયો છે. હોસ્પિટલોમાં કોરોનાના ટેસ્ટીંગ કરાવવા માટે લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે. જોકે, કોરોનાની સંભવતઃ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તંત્રએ જણાવ્યું કે, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની તમામ તૈયારીઓ કરી લીધી છે. 

લોકડાઉનની આશંકાને પગલે લોકો માર્કેટમાં ઉમટી પડ્યાં
અમદાવાદમાં સાવચેતીના ભાગરૂપે લેવામાં આવેલા પગલાને પગલે વડોદરામાં લોકોને કર્ફ્યુની ભીતિ હતી. જેને પગલે લોકો શાકભાજી સહિતની વસ્તુઓ લેવા માટે બજારોમાં ભીડ લગાવી હતી. જોકે, વડોદરામાં કોરોનાના કેસો નિયંત્રણ હેઠળ છે. કમિશ્નર દ્વારા લોકડાઉન નહી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી ચુકી છે.

કમિશ્નરે લોકોને અફવામાં ગેરમાર્ગે નહી દોરવાવા અને પેનિક બાયિંગ નહી કરવા માટે અપીલ કરી છે. કમિશ્નરે જણાવ્યું કે, કોઇ પ્રકારની લોકડાઉનની હાલની સ્થિતીએ શક્યતા નથી માટે લોકો માર્કેટમાં ભીડ ન કરે અને સામાન્ય જીવન જ જીવે. પેનિંક બાયિંગ કે વસ્તુ વધારે ભાવે ન ખરીદવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news