PM Modi ના અમેરિકાના પ્રવાસ વચ્ચે US રાષ્ટ્રપતિ જો બાઈડેને કોરોના રસી પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના અમેરિકી પ્રવાસ વચ્ચે યુએસ પ્રેસિડેન્ટે કોરોના રસી પર મોટું નિવેદન આપ્યું છે. 

PM Modi ના અમેરિકાના પ્રવાસ વચ્ચે US રાષ્ટ્રપતિ જો બાઈડેને કોરોના રસી પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના અમેરિકી પ્રવાસ વચ્ચે યુએસ પ્રેસિડેન્ટે કોરોના રસી પર મોટું નિવેદન આપ્યું છે. જો બાઈડેને (Joe Biden) કહ્યું કે 2022 એટલે કે આગામી વર્ષ સુધીમાં ભારતમાં કોરોના રસીના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે રસીની અછતને લઈને અનેકવાર ફરિયાદો મળી ચૂકી છે. આવામાં અમેરિકાથી આવેલી આ ખબર ચોક્કસપણ રાહત આપનારી છે. જો રસીનું ઉત્પાદન વધશે તો રસીકરણની ગતિ પણ વધશે. 

Quad Partnership નો હવાલો આપ્યો
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા એક અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત, જાપાનની ક્વાડ પાર્ટનરશીપ 2022 સુધી ભારતમાં કોવિડ-19 રસી (Covid-19 Vaccine) ના ઓછામાં ઓછા એક અબજ ડોઝના ઉત્પાદનના રસ્તે છે. વર્ચ્યુઅલ સમિટમાં બોલતા બાઈડેને કહ્યું કે કોરોના મહામારીને હરાવવા માટે એક સાથે કામ કરવાથી વધુ જરૂરી કશું નથી. અમે ક્વાડ પાર્ટનરશીપ હેઠળ રસીના વધુમાં વધુ ઉત્પાદન પર ભાર મૂકી રહ્યા છીએ. 

ક્ષમતા વધારવા પર મૂકાઈ રહ્યો ભાર
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે ભાગીદાર દેશો, દવા કંપનીઓ અને અન્ય નિર્માતાઓ સાથે કામ કરી રહ્યા છીએ જેથી કરીને તેઓ પોતાના દેશોમાં સુરક્ષિત અને અત્યાધિક પ્રભાવી રસીનું ઉત્પાદન અને નિર્માણ કરવાની પોતાની ક્ષમતા વધારી શકે. તેમણે વધુમાં કહ્યું કે 'ઉદાહરણ તરીકે, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે અમારી ક્વાડ ભાગીદારી 2022ના અંત સુધીમાં વૈશ્વિક આપૂર્તિને વધારવા માટે ભારતમાં રસીના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરવાના પથ પર છે.'

સાઉથ આફ્રીકાને પણ મળશે રસી
જો બાઈડેને જણાવ્યું કે અમેરિકા, દક્ષિણ આફ્રીકામાં મેન્યુફેક્ચરિંગને મજબૂત કરવા માટે આર્થિક સહાયતા પ્રદાન કરે છે અને આગામી વર્ષે આફ્રીકા માટે આફ્રીકામાં જેએન્ડજે (Johnson & Johnson) ની 50 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કરવામાં મદદ કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા નિમ્ન અને મધ્યમ આવકવાળા દેસોને દાન કરવા માટે ફાઈઝરની રસી ખરીદી રહ્યું છે. અમે કોરોનાની લડતમાં રસીનું મહત્વ સમજીએ છીએ અને દુનિયાની મદદ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news