ઈઝરાયલ-ફિલિસ્તીન વચ્ચે હિંસાઃ 41 મોત વચ્ચે અમેરિકાએ યરૂશલમમાં ખોલી પોતાની એમ્બેસી

અમેરિકાએ સોમવાર (14 મે)એ તેલ અવીવથી પોતાનું દૂતાવાસ સ્થાળાંતરિત કરીને યરૂશલમમાં ખોલી દીધું હતું. 

 ઈઝરાયલ-ફિલિસ્તીન વચ્ચે હિંસાઃ 41 મોત વચ્ચે અમેરિકાએ યરૂશલમમાં ખોલી પોતાની એમ્બેસી

યરૂશલમઃ અમેરિકાએ સોમવાર (14 મે)એ તેલ અવીવથી પોતાની એમ્બેસી સ્થાળાંતરિત કરીને યરૂશલમમાં ખોલી દીધી. અમેરિકાના આ પગલાથી ભડકેલા ફિલિસ્તીની લોકો ઈઝરાયેલી સૈનિકો પર ભડક્યા અને આ દરમિયાન ઈઝરાયેલી સેનાના ગોળીબારીમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. આ 2014 બાદ સૌથી ભીષણ હિંસા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે યરૂશલમને ઈજરાયલની રાજધાનીના રૂપમાં માન્યતા આપવાના વિવાદાસ્પદ પગલા હેઠળ તેલ અવીવથી પોતાની એમ્બેસી અહીં સ્થાળાંતરિત કરવાની ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી. 

ઉદઘાટન સમારોહની શરૂઆત અમેરિકી રાષ્ટ્રગાનથી થઈ
આ સંવેદનશીલ મુદ્દા પર દશકો સુધી અમેરિકાની તટસ્થતાથી હટીને ટ્રંપે આ જાહેરાત કરી હતી. યરૂશલમમાં અમેરિકી એમ્બેસી ખોલવાના ઉદઘાટન સમારોહની શરૂઆત અમેરિકાના રાષ્ટ્રગિત સાથે થશે. આ પ્રસંગે ઈઝરાયેલના વડાપ્રધાન પણ હાજર રહ્યાં હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને આ દિવસને ઈઝરાયલ માટે મોટો દિવસ ગણાવ્યો હતો. 

— Donald J. Trump (@realDonaldTrump) May 14, 2018

પેલેસ્ટાઇનનો આરોપ છે કે ઇઝરાયેલના સૈનિકો દ્વારા બેફામ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. શનિવારે ઇઝરાયલ સૈન્યએ ગાઝા પટ્ટી બોર્ડર પર ટીયર ગેસ છોડ્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આદેશ આપ્યો છે કે વિદ્રોહીઓ બોર્ડર નજીક આવવાની કોશિશ કરે તેઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે.

— ANI Digital (@ani_digital) May 14, 2018

ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી હતી. ટ્રમ્પના આ નિર્ણયની જાહેરાત બાદ વિશ્વમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. જેરૂસલેમને ઇઝરાયલની સત્તાવાર રાજધાની ઘોષિત કર્યા બાદ પેલેસ્ટાઇનમાં ઉગ્ર વિરોધ થયો હતો. જ્યારે ઇઝરાયલના નાગરિકોએ આ નિર્ણયને ઉત્સાહભેર વધાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news