ગુજરાતમાં શતાબ્ધી મહોત્સવ સમયે જ ઓસ્ટ્રેલિયામાં સ્વામીનારાયણ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકો પર આશંકા

BAPS Swaminarayan Mandir: સ્વામિનારાયણ મંદિરે કહ્યું, "અમે આ બર્બરતા અને નફરતથી ભરેલા હુમલાઓથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરીએ છીએ.

ગુજરાતમાં શતાબ્ધી મહોત્સવ સમયે જ ઓસ્ટ્રેલિયામાં સ્વામીનારાયણ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકો પર આશંકા

મેલબોર્નઃ BAPS Swaminarayan Mandir: ઓસ્ટ્રેલિયા ટુડેના સમાચાર મુજબ, ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો બનાવ્યા છે. મેલબોર્નમાં જે મંદિર પર હુમલો થયો છે તેનું નામ BAPS સ્વામિનારાયણ મંદિર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા મુખ્ય હિંદુ મંદિરોમાંના એક સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર "હિન્દુસ્તાન મુર્દાબાદ" ના નારા લખવામાં આવ્યા હતા.

આ હુમલાની નિંદા કરતા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે કહ્યું છે કે, અમે આ બર્બરતા અને ધૃણાથી ભરેલા હુમલાથી ખૂબ જ દુ:ખી અને સ્તબ્ધ છીએ. અમે શાંતિ અને સદ્ભાવ માટે પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વિસ્તૃત નિવેદન જાહેર કરશે. તેની સાથે જ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ખાલિસ્તાન ગ્રુપના એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલે પણ વખાણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે, ભિંડરાવાલે ખાલિસ્તાની સિખ રાજ્યના વ્યાપક સમર્થક રહ્યા છે. જે ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન માર્યો ગયો હતો.

— Hayat (@hayyatayy) January 11, 2023

સાંસદ ઇવાન મુલહોલેન્ડે વખોડી કાઢી
નોર્ધન મેટ્રોપોલિટન રિજન માટે લિબરલ સાંસદ ઇવાન મુલ્હોલેન્ડે ધ ઓસ્ટ્રેલિયા ટુડેને કહ્યું: કે "મંદિરની આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિંદુ સમુદાયને ખાસ કરીને આ પવિત્ર સમયે ખૂબ જ પરેશાન કરનારી છે."  "મેલબોર્નમાં રહેતા હિન્દુ સમુદાયે પોલીસ અને સાંસદો સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. અહીંના સાંસ્કૃતિક મંત્રી પણ તે સ્થળના છે જ્યાં આ ઘટના બની હતી. ગયા વર્ષથી બધુ જ ચાલી રહ્યું છે. " કેરળ હિન્દુ એસોસિએશને પણ આ ઘટનાની નિંદા કરી છે.

આ સાથે મંદિરની દિવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મેસેજ લખવામાં આવ્યા હતા. આ ઘટનાથી ઘણા ભારતીય અને શીખ નેતાઓ વ્યથિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news