શપથ ગ્રહણ બાદ આ નિર્ણય લઇ શકે છે Joe Biden, ભારતીયોને મળશે ખુશખબરી!
America Election આજે અમેરિકા માટે મોટો દિવસ છે, જે બાઇડેન (Joe Biden) અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. અમેરિકા માટે તો આ ખાસ મોકો છે પરંતુ ભારતીયોની નજર પણ આ અવસર પર છે.
Trending Photos
વોશિંગટન: America Election આજે અમેરિકા માટે મોટો દિવસ છે, જે બાઇડેન (Joe Biden) અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. અમેરિકા માટે તો આ ખાસ મોકો છે પરંતુ ભારતીયોની નજર પણ આ અવસર પર છે.
મોટો નિર્ણય લેવા જઇ રહ્યા છે બાઇડેન
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) સત્તા સંભાળતાં ભારતીયોને પહેલાં દિવસે એક મોટી ખુશખબરી આપવા જઇ રહ્યા છે. જો બાઇડેન પોતાના વહિવટીતંત્રના પહેલાં દિવસે એક ખરડો રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ખરડા દ્વારા કાનૂની દરજ્જા વિના રહેતા લગભગ એક કરોડ 10 લાખ લોકોને 8 વર્ષ માટે નાગરિકતા (Citizenship) આપવાની જોગવાઇ છે. આંકડા અનુસાર આ નિર્ણયથી લગભગ 5 લાખ લોકો ભારતીય મૂળના લોકો (NRI)નો ફાયદો થઇ શકે છે.
ટ્રમ્પના નિર્ણયથી સહમત નથી બાઇડેન
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે બાઇડેન (Joe Biden) એ અપ્રવાસ નીતિ (Immigration Policy) પર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નિર્ણયોએ અમેરિકી મૂલ્યો પર કઠોર હુમલો ગણાવ્યો છે, ત્યારથી જ આ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જો બાઇડેન રાષ્ટ્રપતિ બની જાય છે તો અપ્રવાસ નીતિને જરૂર બદલશે. મીડિયામાં છપાયેલા સમાચારો અનુસાર અત્યાર સુધી લગભગ ફાઇનલ છે કે જો બાઇડેન ટ્રમ્પની અપ્રવાસ નીતિને બદલવા જઇ રહ્યા છે.
ભારતીયોને કેવી રીતે થશે ફાયદો
ભાવિ રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) કહ્યું કે તે કોંગ્રેસ સાથે વીઝા સિસ્ટમ, એચ 1-બી વીઝામાં સુધાર કરવા માટે કામ કરશે જેથી વીઝા પર રહેનારને નોકરી સ્વિચ કરવાની પરવાનગી મળી શકે છે. તેનાથી ભારતીય કારીગરોને ખૂબ ફાયદો થઇ શકે છે. આ ખરડા હેઠળ એક જાન્યુઆરી 2021 સુધી અમેરિકામાં કોઇ કાનૂની દરજ્જા વિના રહેતા લોકોની પૃષ્ઠભૂમિ (Background) ની તપાસ કરવામાં આવશે અને જો તે જરૂરી દસ્તાવેજ કરી શકે છે તો પહેલાં તેમણે 5 વર્ષ માટે કામચલાઉ કાનૂની દરજ્જો આપવામાં આવશે જેથી તેમને ગ્રીન કાર્ડ મળી જશે. ત્યારબાદ તેમને અને 3 વર્ષ માટે નાગરિકતા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે