અડધા અમેરિકાનો માલિક! પાકિસ્તાન જેવા 50 દેશોને ખરીદી શકે એટલા પૈસા, ક્યારેય નથી બહાર આવતું નામ

BlackRock CEO Larry Fink: લેરી ફિંક વિશ્વની સૌથી શક્તિશાળી એસેટ મેનેજમેન્ટ કંપની BlackRock Inc.ના CEO છે. આ કંપની વિશ્વભરના કુલ શેર અને બોન્ડના 10 ટકા હેન્ડલ કરે છે.

અડધા અમેરિકાનો માલિક! પાકિસ્તાન જેવા 50 દેશોને ખરીદી શકે એટલા પૈસા, ક્યારેય નથી બહાર આવતું નામ

Larry Fink: તમે એલોન, મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ, જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ સહિત વિશ્વના ઘણા ધનિક લોકો વિશે સાંભળ્યું જ હશે. પરંતુ, આનાથી પણ મોટું બીજું નામ છે જેના વિશે લોકો વધારે જાણતા નથી. આ વ્યક્તિ દુનિયાના કરોડો લોકોના પૈસાનું સંચાલન કરે છે. એવું પણ કહી શકાય કે સમગ્ર વિશ્વની સંપત્તિના અમુક હિસ્સા પર તેનું નિયંત્રણ છે. પરંતુ, નેટવર્થની દૃષ્ટિએ તે અબજોપતિ ઉદ્યોગપતિઓથી પાછળ છે.

અમે અમેરિકા સ્થિત બહુરાષ્ટ્રીય રોકાણ કંપની BlackRock Inc ના સ્થાપક વિશે વાત કરી રહ્યા છીએ. તે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. મેનેજમેન્ટ હેઠળની તેની સંપત્તિ $9.43 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. ભારતીય રૂપિયામાં આ રકમ 78,54,75,62,20,00,000 છે. આશ્ચર્યજનક રીતે, આ આંકડો અમેરિકાના જીડીપીનો લગભગ અડધો છે, જ્યારે તે અન્ય દેશોના જીડીપી કરતા અનેક ગણો છે.

લેરી ફિન્ક કોણ છે?
વિશ્વની સૌથી શક્તિશાળી એસેટ મેનેજમેન્ટ BlackRock Inc. કંપની છે. લેરી ફિન્કે 1988માં તેનો પાયો નાખ્યો હતો. શેરબજારમાં તેમની ઊંડી રુચિને કારણે તેઓ આ ક્ષેત્રમાં આવ્યા અને એક એવું સ્થાન હાંસલ કર્યું જેની તેમણે સપનામાં પણ કલ્પના કરી ન હતી.

બ્લેકરોકની સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે આ કંપની વિશ્વભરના કુલ શેર અને બોન્ડના 10 ટકાનું સંચાલન કરે છે. વિશ્વની દરેક મોટી કંપનીમાં તેનો હિસ્સો છે. તેથી જ તેને વિશ્વની સૌથી મોટી શેડો બેંક પણ કહેવામાં આવે છે.

એસેટ મેનેજમેન્ટ બિઝનેસ શું છે?
વાસ્તવમાં, એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) એવી ફર્મ છે જે શેરબજાર અથવા અન્ય ક્ષેત્રોમાં ગ્રાહકો પાસેથી મળેલા સામૂહિક ભંડોળનું રોકાણ કરે છે. રિયલ એસ્ટેટ, બોન્ડ અને સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. જો કે, એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા પ્રાપ્ત નાણાં ગ્રાહકોના છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ એસેટ મેનેજમેન્ટ હેઠળ આવે છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી કંપની Appleમાં BlackRock પાસે 6.5% હિસ્સો છે. ફેસબુકમાં 6.5%, જેપી મોર્ગન ચેઝમાં 6.5% અને ડોઇશ બેંકમાં 4.8% હિસ્સો છે. BlackRock પાસે Google ની મૂળ કંપની Alphabet Inc માં 4.48% હિસ્સો પણ છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, એપ્રિલ 2022માં લેરી ફિંકની કુલ સંપત્તિ 1 બિલિયન યુએસ ડોલર અંદાજવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news