Books Controversy: આ 10 પુસ્તકો પર વિવિધ કારણોસર ભારતમાં મુકાયો છે પ્રતિબંધ
વાંચનનો શોખ એ આપણાં જ્ઞાનમાં વધારો કરે છે. અને કહેવાય છેકે, સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન સમાન હોય છે. ત્યારે વાંચને લગતી જ વાત કરીએ તો શું તમે જાણો છો કે, અમુક પુસ્તકો પર ભારતમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ આર્ટીકલમાં વાંચો એવા પુસ્તકો વિશે જે ભારતમાં પ્રતિબંધિત છે.
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ આખી દુનિયામાં પુસ્તકો પર પ્રતિબંધ મુકવાનો એક અલગ જ ઇતિહાસ છે. પુસ્તકો પછી ધર્મની હોય કે રાજનિતીની, કે પછી હોય સેક્સની, સમયાંતરે વિવાદિત પુસ્તકો પર પ્રતિબંધ લાગતો જ રહ્યો છે. ત્યારે, આજે તમને એવી પુસ્તકો વિશે જણાલીશું જે પબ્લીશ તો થઈ પણ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
1. ધ હિન્દૂઝ: એન અલ્ટરનેટિવ હિસ્ટ્રી (THE HINDUS: AN ALTERNATIVE HISTORY)
ધાર્મિક સંગઠનોના વિરોધ પછી પેન્ગ્વીન ઈન્ડિયાએ વેન્ડી ડોનીગરનું પુસ્તક ‘ધ હિંદુઝઃ એન અલ્ટરનેટિલ હિસ્ટ્રી’ પાછું ખેંચ્યું હતું દીનાનાથ બત્રાએ ડોનીંગરના પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટે અભિયાન ચાલુ કર્યું હતું.
2. ધ શૈતાનીક વર્સીઝ (THE SHAITANIK VERSES)
20મી સદીની સૌથી વિવાદાસ્પદ પુસ્તકોમાંની એક સલમાન રશ્દીની ધ શૈતાનીક વર્સીઝે વૈશ્વિક સ્તરે વિવાદને જન્મ આપ્યો હતો. 1988માં પ્રકાશિત આ પુસ્તક પછી, આયતુલ્લાહ ખોમેનીએ રશ્દી સામે ફતવો બહાર પાડ્યો હતો. જો કે, આ હુકમ પહેલાં, પુસ્તક પર પ્રતિબંધ મૂકનાર ભારત પ્રથમ દેશ હતો. આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવા પાછળ આપેલી દલીલ કહે છે કે આ પુસ્તકે ઇસ્લામનું અપમાન થયું છે.
3. એન એરિયા ઓફ ડાર્કનેશ (AN AREA OF DARKNESS)
વી.એસ. નોયપોલની આ પુસ્તક 1964માં પ્રકાશિત થઈ હતી. ભારત સરકારે નોયપોલના પુસ્તક ‘એન એરિયા ઓફ ડોર્કનેસ’ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના આ પુસ્તકમાં ભારતની સામાજિક અને આર્થિક પ્રગતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
4. નાઈન આવર્સ ટૂ રામા (NINE HOURS TO RAMA)
અમેરિકન લેખક સ્ટેનલે વોલપર્ટની કાલ્પનિક કૃતિ ‘નાઈન અવર ટુ રામા’ પર 1962માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં સ્ટેનલેએ ગોડસેના હસ્તે ગાંધીની હત્યાના છેલ્લા નવ કલાક લખ્યા હતા. આ પુસ્તક પર બનેલી ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. સ્ટેનલે પોતાની પુસ્તકમાં સુરક્ષા કારણોસર ગાંધીની હત્યાના કાવતરાની રૂપરેખા આપી હતી. રસપ્રદ વાત એ છે કે વોલપર્ટ જિન્ના પર એક પુસ્તક લખ્યું હતું અને તેના પર પણ પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
5. ધ ફેસ ઓફ મધર ઈન્ડિયા (THE FACE OF MOTHER INDIA)
અમેરિકન ઈતિહાસકાર કેથરિન માયો 1927માં તેમના પુસ્તક ‘ધ ફેસ ઓફ મધર ઈન્ડિયા’ના પ્રકાશન પછી રાજકીય વિવાદમાં આવી ગયા હતા. આ પુસ્તકમાં કેથરિને લખ્યું હતું કે ભારત સ્વરાજ માટે સક્ષમ નથી. અને પછી આ પુસ્તકને મહાત્મા ગાંધીએ આ પુસ્તકને ‘ડ્રેઇન ઇન્સ્પેક્ટરનો અહેવાલ’ ગણાવ્યો હતો.
6. ધ લોટસ એન્ડ ધ રોબોટ (THE LOTUS AND THE ROBOT)
1960માં પ્રકાશિત થતાની સાથે જ આર્થર કોસ્ટલરનું પુસ્તક ‘ધ લોટસ એન્ડ રોબોટ’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોસ્ટલરે, તેમના પુસ્તકમાં, ભારત અને જાપાનની યાત્રા પછી તેમણે બનાવેલા વિચારોની રચના કરી હતી. બંને દેશોને પશ્ચિમી દેશની તુલનામાં કોસ્ટલરે ધાર્મિક રીતે બીમાર દેશો ગણાવ્યા હતા.
7. ધ ટૃ ફુરકાન
1999માં, બે લેખકો અલ સફી અને અલ મહદીએ ‘ધ ટ્રુ ફુરકન’ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને લઈને સમગ્ર વિશ્વમાં વિવાદ ઉભો થયો હતો. મુસ્લિમોએ તેને ખ્રિસ્તીઓનો પ્રચાર ગણાવ્યો હતો અને આ પુસ્તક પર ભારતમાં 2005થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
8. જિન્નાહઃ ઈન્ડિયા-પાર્ટીશન-ઈન્ડીપેનડેન્સ (JINNAH: INDIA-PARTITION-INDEPENDENCE)
જશવંત સિંહની આ પુસ્તકમાં જિન્નાહ પ્રત્યા હમદર્દી દર્શાવવામાં આવી હતી. જ્યારે, આ પુસ્તકમાં જવાહરલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલની પોલીસીઓમી ટીકા કરી હતી. જેના પગલે આ પુસ્તક ભારતમાં બેન કરાઈ હતી.
9. લજ્જાઃ શેમ (LAJJA: SHAME)
1993ના બાબરી મસ્જિદના ધ્વંસ પર આધારિત આ બાંગ્લાદેશી લેખકનું પુસ્તક સામે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. જેના કારણે ભારતમાં આ પુસ્તક પ્રતિબંધિત છે. એવું કહેવામાં આવે છે કે આ પુસ્તકમાં મુસ્લિમો અને ઈસ્લામ ધર્મનું અપમાન થાય છે.
10. ધ પોલીએસ્ટર પ્રિન્સઃ ધ રાઈઝ ઓફ ધીરૂભાઈ અંબાણી (THE POLYESTER PRINCE: THE RISE OF DHIRUBHAI AMBANI)
આ ધીરૂભાઈ અંબાણી પર લખાયેલી પુસ્તક પર 1988માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કેમ કે અંબાણી પરિવારના કહેવા મુજબ આ પુસ્તક અંબાણી પરિવારની ઈમેજને ખરાબ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે