એક કોમેડિયનથી બ્રિટેનના પીએમ સુધીની સફર, અનેક વિવાદોનું ઘર છે બૉરિસ જોન્સન
27 વર્ષ બાદ એવું થવા જઈ રહ્યું છે કે બ્રિટિશ પ્રધાનમંત્રી ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનશે. એવામાં બોરિસ જોન્સનની રાજનેતા બનતા પહેલાની જિંદગી ચર્ચામાં આવી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન 26 જાન્યુઆરીની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે. 27 વર્ષ બાદ એવું થવા જઈ રહ્યું છે કે બ્રિટિશ પ્રધાનમંત્રી ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનશે. એવામાં બોરિસ જોન્સનની રાજનેતા બનતા પહેલાની જિંદગી ચર્ચામાં આવી છે. થેરેસા મે બાદ પ્રધાનમંત્રીનું પદ સંભાળનાર જોનસન પહેલા કોમેડિયન હતા. ટીવી હોસ્ટમાંથી તોએ રાજકારણી બન્યા. જ્યા તેઓ પોતાના મજાકિયા અંદાજ અને હાજર જવાબીપણાના લીધે જાણીતા હતા.
બોરિસને નોકરીમાંથી હાંકી કઢાયા હતા
બોરિસે 'ધ ટાઈમ્સ' અખબારમાં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે કામ શરૂ કર્યું હતું. જો કે ત્યારે એક ભૂલ બદલ તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જે બાદ તેમણે 'ધ ડેઈલી ટેલિગ્રાફ' જોઈન કર્યું. આ દરમિયાન તેઓ પોતાના કામના કારણે તત્કાલિન પીએમ માર્ગોરેટ થેચરના માનીતા બન્યા હતા. વર્ષ 1998માં બીબીસીના શો 'હેવ આઈ ગોય ન્યૂઝ ફોર યૂ'માં તેઓ પહેલી વાર પહોંચ્યા હતા. જેમાંથી તેમને પ્રસિદ્ધિ મળી. બોરિસની શૈલી લોકોની ફેવરિટ હતી.
વિવાદો સાથે જૂનો નાતો
બોરિસ જોન્સન અને વિવાદોનો જૂનો નાતો છે. 2016માં જ્યારે તેઓ લંડનના મેયર હતા ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનને ટાર્ગેટ કરીને વાંધાજનક પોસ્ટ લખી હતી. જે બદલ જબરો વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રંપની પણ તેઓ મજાક ઉડાવી ચુક્યા છે. બ્રિટેનમાં કોરોના સંક્રમણને રોકવાની નિષ્ફળતા બદલ પણ તેમની ટીકા થઈ હતી. તેમને ખુદને પણ કોરોના થયો હતો.
2 દાયકાથી રાજકારણમાં
પત્રકારથી પ્રધાનમંત્રી સુધીની બોરિસ જોનસનની સફરના મંડાણ 2001માં જ થઈ ગયા હતા. 2001માં તેઓ હાઉસ ઑફ કોમન્સમાં પહોંચ્યા હતા. 2004મા વિપક્ષમાં રહીને તેઓ શેડો મિનિસ્ટર રહ્યા. જો કે પત્રકાર સાથેને ચક્કરના કારણે રાજીનામું આપવું પડ્યું. 2008 અને 2010માં લંડનના મેયર બન્યા. 2016માં થેરેસા મેની સરકારમાં બે વર્ષ વિદેશમંત્રી રહ્યા. જુલાઈ 2019માં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બન્યા. જે બાદ ચૂંટાઈને વડાપ્રધાન બન્યા.
બોરિસ પોતાને કહે છે ભારતના જમાઈ
બ્રિટેનના પીએમ પોતાને ભારતના જમાઈ પણ ગણાવે છે. કારણ કે તેમના બીજા પત્ની મરીના વ્હીલરના માતા દીપ વ્હીલર ભારતીય મૂળના હતા. દીપના લગ્ન ખુશવંત સિંહના ભાઈ સાથે થયા હતા. જો કે 2018માં બોરિસના મરીના સાથે છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ તેઓ ભારત સાથે પોતાના નાતો હોવાનો દાવો કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે