જીન્સમાં ફેરફાર કરીને બાળકીઓને જન્મ આપવાની પ્રક્રિયા પર લગાવાયો પ્રતિબંધ
થોડા સમય પહેલા જ શેનઝેનના સંશોધનકર્તા હી. જિયાનકુઈએ જણાવ્યું હતું કે, તેમણે સાત દંપતીઓના વાંઝિયાપણાના ઈલાજ દરમિયાન તેમનાં ભ્રૂણમાં ફેરફાર કર્યો હતો. તેમાંથી અત્યાર સુધી એક પરિવારને ત્યાં સંતાનના જન્મ લેવામાં આ પરિણામ સામે આવ્યું છે
Trending Photos
હોંગકોંગઃ જીન્સમાં ફેરફાર કરીને માત્ર બાળકીને જ જન્મ આપવાનો દાવો કરનારા દુનિયાની પ્રથમ ઘટનામાં ચીનના વૈજ્ઞાનિકે તાજેતરમાં જણાવ્યું હતું કે, આ અત્યંત વિવાદાસ્પદ પ્રક્રિયા અંગે દુનિયાભરમાં નારાજગી સામે આવી છે અને ત્યાર બાદ આ પ્રયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હે જિયાનકુઈએ હોંગકોંગમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તેમણે એક એચઆઈવી ચેપ ધરાવતા પિતાને ત્યાં જન્મેલી બે બાળકીઓના ડીએનએમાં ફેરફાર કર્યો હતો.
સ્વેચ્છાથી પ્રયોગમાં ભાગ લીધો હતો - વૈજ્ઞાનિક
આ પ્રયોગમાં કુલ 8 દંપતીએ સ્વેચ્છાથી ભાગ લીધો હતો, જેમાં એચઆઈવી ધરાવતા પિતા અને એચઆઈવી નેગેટિવ માતાઓનો સમાવેશ થાયછે. ચીનના વૈજ્ઞાનિકે જણાવ્યું કે, "મને એ બાબત પર દુખ છે કે અનપેક્ષિત સ્વરૂપે પરિણામ લીક થઈ ગયા છે. વર્તમાન પરિસ્થિતીને કારણે હવે ક્લીનિકલ ટ્રાયલ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે."
એક અમેરિકન વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ચીનમાં થયેલા સંશોધન કાર્યમાં તેમણે ભાગ લીધો હતો. અમેરિકામાં આ પ્રકારની જીન-પરિવર્તન પર પ્રતિબંધ છે, કેમ કે ડીએનએમાં ફેરફાર ભાવી પેઢીઓ સુધી પોતાની અસર પહોંચાડી શકે છે.
આ પ્રકારના અખતરામાં શરીરમાં રહેલા અન્ય જીન્સને પણ નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. મુખ્યધારાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પ્રકારનાં પ્રયોગ કરવા અત્યંત અસુરક્ષિત છે અને કેટલાકે ચીનમાંથી આવેલા આ સમાચારની ટીકા કરી છે.
જીનમાં ફેરફાર કેવી રીતે કરાયો?
તોડા સમય પહેલા શેનઝેનમાં સંશોધનકર્તા હી જિયાનકુઈએ જણાવ્યું હતું કે, તેમણે 7 દંપતીના વાંઝિયાપણાના ઈલાજ દરમિયાન ભ્રૂણમાં ફેરફાર કર્યો હતો, જેમાં અત્યાર સુધી ેક ઘટનામાં બાળકના જન્મ લેવામાં આ પરિણામ જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું કે, આ પ્રયોગનો હેતુ વંશપરંપરાગત બિમારીનો ઈલાજ કે તેને આગળ વધતી અટકાવવાનો નથી, પરંતુ એચઆઈવી, એઈડ્સ વાયરસનો ભવિષ્યમાં ચેપ ફેલાતો અટકાવવાની ક્ષમતા શોધવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે