ભારતના ચંદ્રયાન-3ના એક મહિના પછી રશિયા લોન્ચ કરશે મૂનમિશન : 10 જ દિવસમાં પહોંચી જશે, જાણો કેવી રીતે
Chadrayan-3 vs Luna 25 Mission: રશિયાનું મૂન મિશન ચંદ્રયાન-3ના લોન્ચિંગના ચાર સપ્તાહ બાદ સામે આવ્યું છે. જાણકાર માને છે કે રશિયાનું લૂના મિશન 25 ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર લેન્ડ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ 47 વર્ષ પછી પ્રથમ વખત રશિયા ચંદ્ર પર પોતાનું મૂન મિશન મોકલી રહ્યું છે. જેનું નામ લુના-25 (Luna-25)છે. આ મિશન ભારતના ચંદ્રયાન-3ના લોન્ચિંગના લગભગ એક મહિના બાદ શરૂ કરવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું છે. પરંતુ રશિયાના લુના-25ની યાત્રા ટૂંક સમયમાં પૂર્ણ થશે. તે 11 ઓગસ્ટના રોજ લગભગ સવા પાંચ વાગ્યે લોન્ચ કરવામાં આવશે. 21 કે 22 ઓગસ્ટે તે ચંદ્રની સપાટી પર પહોંચશે.
શું છે તેનું કારણ - રશિયાના રોકેટ Soyuz 2.1B રોકેટની ઊંચાઈ 46.3 મીટર છે. જ્યારે GSLV-Mk3ની ઊંચાઈ 49.13 મીટર છે. સોયુઝનો વ્યાસ 2.5 મીટર છે. જીએસએલવીનો વ્યાસ 2.8 મીટર છે. સોયુઝનું વજન 3.12 લાખ કિલોગ્રામ છે. જીએસએલવીનું વજન 4.14 લાખ કિલોગ્રામ છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સોયુઝ રોકેટની કિંમત 401.65 કરોડ રૂપિયા છે. જ્યારે GSLV રોકેટ 389.23 કરોડ રૂપિયા છે. એટલે કે રશિયાનું રોકેટ ઘણું મોંઘું છે. લુના-25ને લુના-ગ્લોબ (Luna-Glob) મિશન પણ કહેવામાં આવે છે.
લુના-25 પાંચ દિવસની યાત્રા કરીને ચંદ્ર પર પહોંચશે. ત્યારબાદ પાંચથી સાત દિવસ સુધી તે ચંદ્રની આસપાસ ફરશે. આ પછી તે દક્ષિણ ધ્રુવની નજીક નક્કી કરેલા ત્રણ સ્થાનોમાંથી કોઈપણ એક પર ઉતરશે.
લુના-25 ચંદ્રની સપાટી પર ઓક્સિજનની શોધ કરશે. જેથી પાણી બનાવી શકાય. રશિયન સ્પેસ એજન્સીએ કહ્યું કે અમે કોઈ દેશ કે સ્પેસ એજન્સી સાથે સ્પર્ધા નથી કરી રહ્યા. અમારા ઉતરાણ વિસ્તારો પણ અલગ છે.
રશિયાએ કહ્યું કે અમે ભારત કે અન્ય કોઈ દેશના મૂન મિશન સાથે સ્પર્ધા નહીં કરીએ. ન તો અમે કોઈના રસ્તામાં આવીશું. કારણ કે ચંદ્ર કે અવકાશ દરેક માટે છે. આ મિશન 1990માં શરૂ કરવામાં આવ્યું હતું. તે હવે પૂર્ણ થવાનું છે.
રશિયાએ જાપાનીઝ સ્પેસ એજન્સીને સાથે લેવાનો પ્રયાસ કર્યો પરંતુ જાપાને ના પાડી. રશિયન સ્પેસ એજન્સીએ પણ ભારતના ISROને તેના ચંદ્ર મિશનમાં મદદ કરવા માટે અપીલ કરી હતી. પરંતુ વાત બની ન હતી.
Chandrayaan-3 બે અઠવાડિયા સુધી ચંદ્રની સપાટી પર કામ કરશે. જ્યારે લુના-25 આખા વર્ષ દરમિયાન કામ કરશે. લુના-25નું વજન 1.8 ટન છે. તેમાં 31 કિલોના વૈજ્ઞાનિક સાધનો છે. તેની પાસે એક ખાસ ઉપકરણ છે જે સપાટી પર 6 ઇંચ ખોદશે અને પથ્થર અને માટીના નમૂના એકત્રિત કરશે. જેથી થીજી ગયેલા પાણીને શોધી શકાય.
રશિયન સ્પેસ એજન્સી ઓક્ટોબર 2021માં સૌપ્રથમ Luna-25 લોન્ચ કરવા માંગતી હતી. પરંતુ આમાં લગભગ બે વર્ષનો વિલંબ થયો છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) Luna-25 સાથે પાયલોટ-ડી નેવિગેશન કેમેરાનું પરીક્ષણ કરવા માંગતી હતી. પરંતુ યુક્રેન પરના હુમલાને કારણે બંને સ્પેસ એજન્સીઓએ સંબંધો તોડી નાખ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે