શું ચીનને મળી ગયો છે કોરોના વાયરસનો તોડ? પીડિતોને અપાઇ રહી છે આ દવા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે સેંકડો લોકોનાં જીવ જઇ રહ્યા છે. અત્યાર સુધી 3 હજારથી વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કારણે ખતરો પેદા થયો છે. દિલ્હીમાં સ્વાસ્થય વિભાગ એલર્ટ પર છે. કોરોના વાયરસના શંકાસ્પદ 13 વ્યક્તિના સંસર્ગમાં આવેલા તમામ લોકોની તપાસ પણ ચાલુ કરી દીધી છે. આ તરફ ચીને કોરોના વાયરસથી પીડિત દર્દીઓને એક દવાનો ઉપયોગ કરવાની મંજુરી આપી દીધી છે. જેના અંગે કહેવાઇ રહ્યું છે કે, તે વાયરસની અસરને ઘટાડવા માટે સક્ષમ છે.
શું ચીનને મળી ગયો છે કોરોના વાયરસનો તોડ? પીડિતોને અપાઇ રહી છે આ દવા

બીજિંગ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે સેંકડો લોકોનાં જીવ જઇ રહ્યા છે. અત્યાર સુધી 3 હજારથી વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કારણે ખતરો પેદા થયો છે. દિલ્હીમાં સ્વાસ્થય વિભાગ એલર્ટ પર છે. કોરોના વાયરસના શંકાસ્પદ 13 વ્યક્તિના સંસર્ગમાં આવેલા તમામ લોકોની તપાસ પણ ચાલુ કરી દીધી છે. આ તરફ ચીને કોરોના વાયરસથી પીડિત દર્દીઓને એક દવાનો ઉપયોગ કરવાની મંજુરી આપી દીધી છે. જેના અંગે કહેવાઇ રહ્યું છે કે, તે વાયરસની અસરને ઘટાડવા માટે સક્ષમ છે.

સમાચાર એજન્સી રોયટર્સનાં અનુસાર ચીનનાં કોરોના વાયરસનાં દર્દીઓ માટે એક ખાસ દવાને મંજુરી (Toxilizumab) આપી છે. ચીનના સ્વાસ્થય અધિકારીઓનું કહેવું છે કે, કોરોના વાયરસનાં કેટલાક દર્દીઓને પ્રાથમિક તબક્કામાં દવાઓ આપવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રીય ફાર્મા કમિશ્ને જણાવ્યું કે, સ્વિસ ફાર્મા કંપની ટેસિલીઝુબામ જે એક્ટ્રેમાં નામથી પણ ઓળખીતી છે તેને કોરાનાનાં દર્દીઓને આપવામાં આવી રહી છે. ડોક્ટર્સનાં અનુસાર ટોસિલીજુમાન કોરોના વાયરસનાં તે દર્દીઓને આપવામાં આવી શકાય છે જેમને ફેફસામાં ગંભીર બિમારી અને ઇટરલ્યુકિન નામનાં પ્રોટીનનાં ઉચ્ચ સ્તર પર જોઇ શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંટરલેયુકિન 6 નામનાં પ્રોટીનનું ઉચ્ચ સ્તર મળવાને કારણે અંગોમાં સોજો અથવા રોગ પ્રતિરોધક ક્ષમતા સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. દવા કંપનીનું કહેવું છે કે, એક્ટ્રેમાં ઇટરલ્યુકિન 6 સાથે સંબંધિત સોજાને અટકાવવામાં મદદ કરી શકે છે. જો કે તેના અંગે મેડિકલ એક્સપરીમેન્ટ કરવામાં આવી રહ્યા છે કે શું આ દવા કોરોના વાયરસનાં રોગો પર પ્રભાવી છે. ચીનનાં ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રેશન ડેટાબેઝ અનુસાર, ચીનનાંન સંશોધકોએ Actemra ને ત્રણ મહિનાનાં ટ્રાયલ માટે રજિસ્ટર કરવામાં આવે છે. જેના અંતર્ગત તેઓ 188 કોરોના વાયરસનાં રોગીઓની ભરતી કરશે અને આ ટ્રાયલ 10 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે.

પાકવીમાના સળગતા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી કર્યું વોકઆઉટ
જો કે દવા કંપનીએ તેવો પણ દાવો કર્યો કે, કોરોના વાયરસ Actemra દવાથી સંપુર્ણ રીતે સારો થઇ જશે કે નહી તે અંગે અમે હાલ કોઇ કમેન્ટ કરી શકીએ નહી. હાલ અમે ફેબ્રુઆરી દરમિયાન 14 મિલિયન યુઆન ($2.02 મિલિયન) Actemra દવા દાન કરી છે. ખતરનાક કોરોના વાયરસ કઇ રીતે એક સ્વસ્થય માનવનાં શરીરને તોડે છે અને આખરે દર્દીનો જીવ પણ જઇ શકે છે. પહેલાથી જ કોરોના વાયરસથી પીડિત કોઇ વ્યક્તિના સામાન સાથે સંપર્કમાં આવવાથી તે વાયરસ તમારા શરીરમાં પ્રવેશી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news