ફરી ચીનની લુખ્ખી દાદાગીરી: ચીને બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવતા અરૂણાચલમાં દુષ્કાળી સ્થિતી

ચીને તિબેટથી ભારતમાં વહેતી બ્રહ્મપુત્ર નદીનાં પાણીને અટકાવી દીધું છે, જેના કારણે અરૂણાચલ પ્રદેશનાં મોટા હિસ્સાઓમાં દુષ્કાળનો ખતરો પેદા થયો છે

ફરી ચીનની લુખ્ખી દાદાગીરી: ચીને બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવતા અરૂણાચલમાં દુષ્કાળી સ્થિતી

નવી દિલ્હી : ભારતની વિરુદ્ધ ચીન એકવાર ફરીથી પોતાની જુની ચાલ પર ઉતરી આવ્યું છે. હવે સમાચારો આવી રહ્યા છે કે તેણે ચીનનાં તિબ્બતથી ભારતમાં વહેતી બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવી દીધું છે. આ કારણે અરૂણાચલ પ્રદેશનાં મોટા હિસ્સામાં દુષ્કાળની પરિસ્થિતી પેદા થઇ ચુકી છે. અરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસના સાંસદ નિનોંગ એરિંગનું કહેવું છે કે, અરૂણાચલના તૂતિંગ, યિંગકિયોંગ અને પાસીઘાટ વિસ્તારમાં તેના કારણે પુરણની પરિસ્થિતી પેદા થઇ ગઇ છે. સાંસદે હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલને આ મુદ્દે દખલ દેવાની માંગ કરી છે. 

નિનોંગ એરિંગનું કહેવું છે કે ચીનમાં વહેનારી યારલુંગ સાંગપો નદીનું પાણી અટકાવી દેવામાં આવ્યું છે. આ નદી જ્યારે અરૂણાચલમાં પ્રવેશે છે તો તેને સિયાંગનાં નામથી પોકારવામાં આવે છે. આગળ જઇને અસમમાં તે બ્રહ્મપુત્રાના નામથી ઓળખાય છે. 

— ANI (@ANI) October 18, 2018

બીજી તરફ ચીનના જળ સંસાધન મંત્રાલયે આ સમાચારો અંગે જણાવ્યું કે, આ નદીના મિલલ સેક્શમાં મોટા પ્રમાણમાં ભુસ્ખલન થયું છે. તે 16થી 17 ઓક્ટોબર વચ્ચે થયું છે. આ કારણે આ નદીમાં પાણીનો પ્રભાવ પ્રભાવિત થયો છે. આ કારણ અરૂણાચલ પ્રદેશમાં પાણીનું વહેણ પણ ઓછું થયું છે. 

નિનોંગ એરિંગનું કહેવું છે કે, સિયાંગ નદીમાં પાણી ઝડપથી ઘટી રહ્યું છે. તુતિંગ, યિંગકિયાંગ અને પાસીઘાટ વિસ્તારમાં પાણી પોતાનાં વિસ્તારમાં અટકાવી દીધું છે. તેના કારણે અરુણાચલ જંગલ અને જળીય પર્યાવરણ માટે ગંભીર ખતરો પેદા થઇ ગયો છે. બીજી તરફ અરૂણાચલમાં પશ્ચિમી સિયાંગમાં અધિકારીઓએ સામાન્ય નાગરિકો માટે એક એડ્વાઇઝરી ઇશ્યું કરી છે. નદીના ક્ષેત્રથી દુર છે. ખાસ કરીને માછલી પકડતા સમયે ખુબ જ સાવચેતી વર્તે, કારણ કે જો ચીને પાણી છોડ્યું તો પુર આવી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news