પાકિસ્તાનના લોકોને પણ રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળી, ભાવ જાણીને ચોંકી જશો

ડુંગળીના ભાવો પાકિસ્તાનના લોકોને રાતા પાણીએ રડાવી રહ્યાં છે. અહીં તેના ભાવ એક કિલોના 100  રૂપિયા સુધી પહોંચી ગયા છે.

પાકિસ્તાનના લોકોને પણ રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળી, ભાવ જાણીને ચોંકી જશો

કરાચી: ડુંગળીના ભાવો પાકિસ્તાનના લોકોને રાતા પાણીએ રડાવી રહ્યાં છે. અહીં તેના ભાવ એક કિલોના 100  રૂપિયા સુધી પહોંચી ગયા છે. પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવાયું છે કે સંબંધિત વિભાગ અને વ્યાપાર મંત્રાલયની ખોટી નીતિઓના કારણે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ નેવું રૂપિયાથી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે વરસાદના  કારણે બલુચિસ્તાન અને સિંધમાં ડુંગળીના પાકને ખુબ નુકસાન થવા છતાં તેની નિકાસ પહેલાની જેમ જ ચાલુ છે. એક બાજુ દેશી ડુંગળી બહાર મોકલવામાં આવી રહી છે જ્યારે સ્થાનિક માગણી પૂરી કરવા માટે અફઘાનિસ્તાન અને ઈરાનની ડુંગળી દેશના બજારોમાં વેચાઈ રહી  હતી. 

જુઓ LIVE TV

રિપોર્ટમાં કહેવાયું છે કે ડુંગળીના વેપારીઓનું કહેવું છે કે હવે આ દેશોમાંથી ડુંગળીની આયાત રોકી દેવામાં આવી છે. જ્યારે દેશી ડુંગળીની નિકાસ ધડાધડ ચાલુ છે. જેના કારણે ડુંગળીના ભાવ જે પહેલા કરતા વધુ હતા તે હવે વીસ રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયાં અને એક કિલો ડુંગળીની કિંમત સો રૂપિયા સુધી પહોંચી ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news