ચીનને મોટો ઝટકો, 1 મિનિટમાં લોન્ચ કરેલું રોકેટ ફાટતા 2 સેટેલાઇટ નષ્ટ થયા
Trending Photos
બીજિંગ : ચીનને એક પછી એક સતત ઝડકાઓ લાગી રહ્યા છે. પહેલા ગલવાન પર ભારત તરફથી, પછી દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા તરફથી. હવે ચીનને અંતરિક્ષમાં એક મોટો ઝટકો લાગ્યો છે. ચીનનાં કરોડોનું નુકસાન થયું છે. તેનું એક રોકેટ એક મિનિટની ઉડ્યન બાદ ફેલ થઇ ગયું. તેના કારણે તેનાં બે સેટેલાઇટ નષ્ટ થઇ ચુક્યા છે. એક સેટેલાઇટ વીડિયો શેરિંગ સાઇટ માટે હતો. બીજો નેવિગેશન સિસ્ટમ માટે બનાવવામાં આવ્યો હતો.
ચીને ગુરૂવારે મોડી રાત્રે 12.17 વાગ્યે ઉત્તર-પશ્ચિમ ચીનનાં જીઉકુવા સેટેલાઇટ સેન્ટરનાં કુઆઇઝોઉ-11 રોકેટ (Kuaizhou-11 या KZ-11) રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટમાં બે સેટેલાઇટ હતા. એક વીડિયો શેરિંગ સાઇટ બિલિબિલિ માટે બનાવવામાં આવ્યો હતો. બીજો નેવિગેન માટે બનાવાયેલો સેંટીસ્પેસ-1 એસ2 સેટેલાઇટ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુઆઇઝોઉ-11 પ્રોજેક્ટ 1018માં ચાલુ કરવામાં આવ્યો હતો. 2019માં આ રોકેટ પહેલા સ્ટેજમાં પરિક્ષણ દરમિયાન બ્લાસ્ટ થઇ ગયો હતો. ચીનનું આ વર્ષનું 19 મું લોન્ચ હતું જે નિષ્ફળ રહ્યું હતું. આ વર્ષે ચીને ત્રણ રોકેટ ફેલ થયા છે. પહેલું માર્ચમાં જેનું નામ હતું લોંગ માર્ચ 7એ, બીજુ એપ્રીલમાં જેનું નામ હતું લોન્ગ માર્ચ 3બી. આ રોકેટની સાથે ઇન્ડોનેશિયાનું પાલાપા-એન1 કમ્યુનિકેશન સેટેલાઇટ પણ નષ્ટ થઇ ગયો હતો.
ચીન કુઆઇઝોઉ-11 રોકેટ દ્વારા કોમર્શિયલ લોન્ચિંગ ક્ષેત્રે મજબુત સ્થાન પ્રાપ્ત કરવા માંગતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં કોમર્શિયલ લોન્ચિંગમાં એક નંબર અને ભારતનો સૌથી ભરોસાપાત્ર દેશ ભારત છે. ભારત અનેક દેશોનાં સેટેલાઇટ સફળતાપુર્વક લોન્ચ કરી ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે