China એ બનાવ્યું હાઇપરસોનિક એન્જીન, સ્પીડ એવી કે 6 મિનિટમાં દિલ્હીથી પહોંચી જશો મુંબઇ

China Test Hypersonic Engine: દુનિયાભરમાં અત્યાર સુધી આવું હાઇપરસોનિક એન્જીન બન્યું ન હતું. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એન્જીનનું નામ કેરોસીન આધારિત ડેટોનેશન એન્જીન છે. 

China એ બનાવ્યું હાઇપરસોનિક એન્જીન, સ્પીડ એવી કે 6 મિનિટમાં દિલ્હીથી પહોંચી જશો મુંબઇ

China Test Hypersonic Engine: દુનિયાભરમાં અત્યાર સુધી આવું હાઇપરસોનિક એન્જીન બન્યું ન હતું. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એન્જીનનું નામ કેરોસીન આધારિત ડેટોનેશન એન્જીન છે. 

ચીન સતત હાઇપરસોનિક એન્જીનના ડેવલોપમેન્ટ પર કામ કરી રહ્યું છે. હવે તેણે એક એવા એન્જીનનું ટેસ્ટિંગ કર્યું છે જેની ગતિ 11,113 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ગતિ એટલી ફાસ્ટ છે કે તમે ફક્ત 6 મિનિટની અંદર દિલ્હીથી મુંબઇ પહોંચી શકો છો અને કલાકમાં દિલ્હીથી મુંબઇ 5 આંટા મારી શકો છો. ચીન દ્વારા ટેસ્ટ કરવામાં આવેલા હાઇપરસોનિક એન્જીનની સૌથી ખાસ વાત તેનો ઓછો અવાજ છે. ચીનનું આ હાઇપરસોનિક એન્જીન હાઇડ્રોજન ફ્યૂલ પર નથી પરંતુ એવિએશન કેરોસીન પર ચાલે છે. એટલા માટે તેનો અવાજ ખૂબ ઓછો થઇ જાય છે અને તેનાથી તેની સ્પીડને વધારવામાં મદદ મળે છે. 

દુનિયાભરમાં અત્યાર સુધી આવું હાઇપરસોનિક એન્જીન બન્યું નથી. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એન્જીનનું નામ કેરોસીન આધારિત ડેટોનેશન એન્જીન છે. આ ઉપરાંત હાલની ટેક્નોલોજીની મદદથી જો કોઇપણ ફાઇટર જેટને આ ગતિથી ઉડાડવામાં આવે તો બ્લાસ્ટ થઇ જાય છે. 

હવે પ્રશ્ન એ ઉદભવે છે કે આ એન્જીન કઇ રીતે આટલી સ્પીડ પ્રાપ્ત કરી લે છે, તો તેનો જવાબ છે કે આ વિમાનને ઝડપથી ધક્કો આપવા માટે શોકવેવ્સની શ્રેણી તૈયાર કરે છે. ફ્યૂલ ઝડપથી વહેતા સીરીઝ તૈયાર થાય છે અને એક-એક કરીને વિમાનને આગળની તરફ ધક્કો આપે છે. આ પ્રક્રિયા ઝડપથી ચાલે છે અને સ્પીડ વધતી રહે છે. 

ચીનના આ હાઇપરસોનિક એન્જીનને અમેરિકી સ્ક્રેમજેટ એન્જીનનું ગુરૂ ગણવામાં આવે છે. જોકે અમેરિકા હાલમાં સ્કૈમજેટ એન્જીનની તૈયારીમાં લાગ્યું છે જેની ગતિ ખૂબ વધુ હોય શકે છે પરંતુ તેમછતાં પણ તે ચીનના આ હાઇપરસોનિકની ગતિ કરતાં ઓછી હશે. 

અત્યાર સુધી એ નક્કી થઇ શક્યું નથી કે ચીન આ એન્જીનનો ઉપયોગ ક્યાં કરશે. જોકે એવિએશન કેરોસીનથી ચાલનાઅર આ એન્જીનને ફાઇટર જેટમાં લગાવવું યોગ્ય નથી. એવામાં તે બ્લાસ્ટ કરી શકે છે. હવે ચીનને નક્કી કરવાનું છે કે તેને રોકેત માટે ઉપયોગ કરે છે કે મિસાઇલ સિસ્ટમ માટે અથવા પછી કોઇ બીજા પ્રોજેક્ટ માટે.

ચીને દુનિયાની સૌથી મોટી શોક ટનલમાં પોતાના હાઇપરસોનિક એન્જીનનું ટેસ્ટિંગ કર્યું છે. આ ટેસ્ટિંગ દરમિયાન એન્જીનની મેક્સિમમ સ્પીડ 11,113 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ હતી. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news