પાકિસ્તાનના સિંધમાં ચીનના સૈનિકો તૈનાત, ભારતની સરહદથી 90 કિ.મી. દૂર છે આ વિસ્તાર

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PLA)ને 'ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર' (CEPC)ની સુરક્ષા માટે પોતાના સૈનિકોને પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારોમાં તૈનાત કર્યા છે 

પાકિસ્તાનના સિંધમાં ચીનના સૈનિકો તૈનાત, ભારતની સરહદથી 90 કિ.મી. દૂર છે આ વિસ્તાર

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં ચીને પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. ચીને તેની પીપલ્સ લિબરેશન આર્મીને 'ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર' (CEPC)ની સુરક્ષા માટે સૈનિકોને પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારમાં તૈનાત કર્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ ચીને સિંધમાં થાર વિસ્તારમાં કોલ માઈન્સની સુરક્ષામાં પણ પોતાના સૈનિકોને લગાવ્યા છે, જે ભારત-પાક. સરહદથી માત્ર 90 કિમી. દૂર છે. 

પાકિસ્તાનના સિંધમાં ચીનના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેનો સિંધના સ્થાનિક લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ કારણે, ચીને પોતાના પ્રોજેક્ટોની સુરક્ષા માટે સેનાને ઉતારી છે. 

पाकिस्तान के सिंध में चीनी सैनिक तैनात, भारत सीमा से 90KM दूर है यह इलाका

કન્દ્રીય સુરક્ષામાં તૈનાત એક અધિકારીના જણાવ્યા મુજબ, ભારત-પાક સરહદની સુરક્ષામાં રહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સિસ (BSF)ના જવાનોએ પણ ભારત-પાક. સરહદ પર ચીનના સૈનિકોની હલચલ જોઈ છે. 

લગભગ ત્રણ હજાર કિ.મી.લાંબા કોરિડોર પ્રોજેક્ટની સુરક્ષા માટે પાકિસ્તાને કુલ 17 હજાર સૈનિકોને તૈનાત કર્યા છે, જેમાં 4000 જવાન પાકિસ્તાની સેનાના સ્પેશિયલ ફોર્સિસના કમાન્ડો છે. તેમ છતાં ચીને પાકિસ્તાની સેના પર વધુ વિશ્વાસ ન હોવાથી પોતાના સૈનિકો મોકલ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news