કટ્ટર મુસ્લિમો પર ચીનની આક્રમક કાર્યવાહી, 30 દિવસમાં સરેન્ડરની ચિમકી ઉચ્ચારી

ચીને લાખો ઉઇગર મુસ્લિમ યુવાનોને સામ્યવાદનાં નામે એક કેમ્પમાં ગોંધી રાખ્યાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેની ટીકા

કટ્ટર મુસ્લિમો પર ચીનની આક્રમક કાર્યવાહી, 30 દિવસમાં સરેન્ડરની ચિમકી ઉચ્ચારી

બીજિંગ:  ચીન તંત્રએ પોતાના પ્રાંત સિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમોની વિરુદ્ધ આકરૂ વલણ અખતિયાર કર્યું છે. ચીન સરકારે તે કટ્ટર લોકોને 30 દિવસની અંદર સરેન્ડર કરવા માટે કહ્યું છે. જે આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરપંથને ભડકાવી રહ્યા છે. અહીં લાંબા સમયથી ચીન ઉઇગર મુસ્લિમો સાથે તેમની ધાર્મિક ગતિવિધિઓ અટકાવવા માટે દબાણ બનાવી રહ્યા છે. ગત્ત દિવસોમાં એટલે સુધી સમાચાર આવ્યા હતા કે ચીને અહીંથી લાખો યુવકોને એક કેમ્પમાં રાખ્યા ચે. અહીં ચીનના સામ્યવાદના બહાને તેમના ધર્મથી અલગ કરવાની યોજના બનાવાઇ રહી છે. 
china uigher
ચીને હવે અહીં એવા ગ્રુપને નિશાન બનાવવાનાં ચાલુ કર્યા છે, જે વિદેશી મદદથી શિનજિયાંગમાં કટ્ટરતા અને આતંકવાદને ઉશ્કેરવા માંગે છે. ચીને હવે એવા લોકો પર આકરૂ વલણ દર્સાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તે 30 દિવસની અંદર પોલીસની સામે સરેન્ડર કરી દે. જો તેમણે સરેન્ડર કરીને પોતાનાં ગુના કબુલ કરી લીધા તો તેમની વિરુદ્ધ ઓછી કાર્યવાહી કરવામાં આવસે. અને પ્રયાસ કરશે કે તેને ઓછામાં ઓછી સજા થાય. આ અંગે હામી શહેરના તંત્રએ પોતાનાં અધિકારીક પોતાનાં અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંદેશ પોસ્ટ કરી છે. 

ચીન પર ઉઇગર મુસ્લિમોની વિરુદ્ધ કડકાઇનાં આરોપો બાદ સમગ્ર વિશ્વમાં તેની ટીકા થઇ રહી છે. અનેક વિદેશી એજન્સીઓની નજર બીજિંગ પર છે. જો કે ચીન પોતે આ આરોપોને નકારી રહ્યું છે. સરકારી આદેશ અનુસાર એવા તમામ લોકોને સરેન્ડર કરવાનાં આદેશો અપાયા છે, જે આતંકવાદ સાથે જોડાયેલા ગુનાઓમાં સમાવિષ્ટ રહ્યા અથવા તો અતિવાદ, અલગતાવાદ અને આતંકવાદથી પ્રભાવિત રહ્યા છે. એવા લોકોને આદેશ છે કે 30 દિવસની અંદર સરેન્ડર કરે, પોતાનાં ગુનાઓનો સ્વિકાર કરે અને તેમને તથ્ય પુરા પાડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news