પાટીદારોને અનામત મુદ્દે રૂપાણીનું મોટું નિવેદન, કહ્યું મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ફોર્મૂલા મંગાવી કરીશું અભ્યાસ
પાટીદાર અનામત અંગે ચર્ચા અને મરાઠા અનામતના રિપોર્ટ પર ચર્ચા કરવા માટે ગાંધીનગરમાં મંગળવારે સરકારની મહત્વની બેઠક મળશે.
Trending Photos
ગાંધીનગરઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની ફડણવીસ સરકારે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પાટીદારોએ અનામત આપવાની માંગ પ્રબળ કરી છે. ત્યારે આ અંગે રાજ્ય સરકારે પોઝિટિવ સંકેત આપ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય તે અંગે મહારાષ્ટ્ર સરકાર પાસેથી રિપોર્ટ મંગાવશે. મરાઠાઓને આપેલી અનામત અંગેના રિપોર્ટનો અભ્યાસ કરીને તેના પર ગુજરાત સરકાર કોઈ નિર્ણય કરશે. આ અંગે ચર્ચા કરવા માટે મંગળવારે સરકારની એક મહત્વની બેઠક મળશે.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને મળશે અનામત
મહારાષ્ટ્રમાં હવે મરાઠા સમુદાયને અનામત આપવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે, પછાત પંચે સરકારને ત્રણ ભલામણોની સાથે રિપોર્ટ સોંપ્યો છે. મરાઠા સમુદાયને આર્થિક સ્વરૂપે પછાત વર્ગ (SEBC)માં સ્વતંત્ર રીતે અનામત આપવામાં આવશે. ફડણવીસે કહ્યું કે, અમે પંચની તમામ ભલામણોને સ્વિકારી લીધો છે. વધારે એક કમિટીની રચના કરીને તેને લાગુ કરવા માટે જરૂરી પગલા ઉઠાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત્ત ગુરૂવારે (15 નવેમ્બર) ફડણવીસે સંકેત આપ્યા હતા કે સરકાર ઝડપથી મરાઠા અનામતને લાગુ કરી શકે છે. મુખ્યમંત્રી ફડણવીસે અહમદનગરની એક રેલીમાં કહ્યું હતું, પછાત પંચે અમને મરાઠા અનામત અંગે રિપોપ્ર મળી છે. હું તમને કહેવા માંગુ છું કે તમે 1 ડિસેમ્બરને ઉજવણી માટે તૈયાર રહે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજ્યના પછા વર્ગ પંચે મરાઠા સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતી અંગે પોતાનો રિપોર્ટ ગુરૂવારે રાજ્યના મુખ્ય સચિવ ડીકે જૈનને સોંપી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે