અમેરિકાના ઓહિયોના સિનસિનાટીમાં અંધાધૂંધ ગોળીબાર, 3નાં મોત અને 2 ઘાયલ

પોલીસના વળતા હુમલામાં ગોળીબાર કરનારી વ્યક્તિનું પણ મોત

અમેરિકાના ઓહિયોના સિનસિનાટીમાં અંધાધૂંધ ગોળીબાર, 3નાં મોત અને 2 ઘાયલ

ઓહિયોઃ અમેરિકાના ઓહિયોના સિનસિનાટી શહેરમાં વહેલી સવારે એક વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 3 વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે 2 ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને શંકા છે કે, મૃતકોમાં એક વ્યક્તિ ગોળીબાર કરનારો પણ છે. 

સિનસિનાટી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, સિનસિનાટીના ફાઉન્ટેન સ્ક્વેર ખાતે આવેલા એક કોમર્શિયલ કેમ્પ્લેક્સમાં લગભગ 9 કલાક અને 10 મિનિટે ફિફ્થ થર્ડ બેન્કના લોબી એરિયામાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરનારી વ્યક્તિની ઓળખ થઈ નથી. પોલીસ દ્વારા વળતા ગોળીબારમાં તેનું પણ મોત થયું હતું. 

— Cincinnati Police Department (@CincyPD) September 6, 2018

અધિકારીએ જણાવ્યું કે, આ બિલ્ડિંગમાં ફિફ્થ થર્ડ બેન્કનું હોડક્વાર્ટર આવેલું છે. તેની સાથે જ આઈસીક્રીમ, સેન્ડવીચ અને પેસ્ટ્રી શોપ્સ પણ આવેલી છે. જો, ઘટનાસ્થળે પોલીસમેન હાજર ન હોત તો કદાચ આ ગોળીબારમાં વધુ લોકોનાં મોત થવાની સંભાવના હતી. સદનસીબે સામ-સામા ગોળીબારની આ ઘટનામાં એક પણ પોલીસમેન ઈજાગ્રસ્ત થયો ન હતો. 

આ ઘટનામાં 3 વ્યક્તિનાં મોત થયા હતાં, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખેસેડાયા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક યથાવત કરી નાખ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news