Viral Video: ઘરમાં છુપાયો હતો કોરોના સંક્રમિત વ્યક્તિ, ક્રેનથી ખેંચીને બહાર કાઢ્યો અને....

Crane Video: તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે દર્દીને ક્રેનમાં બેસાડવામાં આવ્યો અને પછી તેને બહાર કાઢવામાં આવ્યો. આ દર્દી કોરોના સંક્રમિત થતા છુપાઈ ગયો હતો. 

Viral Video: ઘરમાં છુપાયો હતો કોરોના સંક્રમિત વ્યક્તિ, ક્રેનથી ખેંચીને બહાર કાઢ્યો અને....

બેઇજિંગઃ Corona Patient Pulled Out By Crane: ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયામાં હડકંપ મચાવી દીધો હતો. આ દિવસોમાં ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે ચીનના એક શહેરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કોરોનાના એક દર્દીને ક્રેનની મદદથી તેના ઘરની છત પરથી બહાર ખેંચવામાં આવ્યો. આ ત્યારે થયું જ્યારે વ્યક્તિ છુપાઈને પોતાના ઘરમાં બેઠો હતો. 

ઘણા શહેરોમાં બીજીવાર લૉકડાઉન
હકીકતમાં આ વાયરલ વીડિયો ચીનના એક શહેરનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાએ ફરી ગતિ પડકી લીધી છે અને તેના કારણે ઘણા શહેરોમાં ફરી લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં તે જોવા મળી રહ્યું છે કે ક્રેનની મદદથી એક દર્દીને ઘરના ઉપરના માળેથી બહાર કાઢવામાં આવ્યો છે. 

— 方舟子 (@fangshimin) October 25, 2022

ઘરમાં છુપાયો હતો પોઝિટિવ દર્દી
જાણવા મળી રહ્યું છે કે ક્રેનમાં બેઠેલો આ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે અને ચીની અધિકારી ઈચ્છતા નહોતા કે કોઈપણ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે. અધિકારીઓને જાણવા મળ્યું કે આ વ્યક્તિ ઘરની બહાર આવી રહ્યો નથી. ત્યારબાદ તેના ઘરે એક ટીમ પહોંચી અને તેને બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. 

પરંતુ આ વીડિયો ચીનના ક્યા શહેરનો છે તેની જાણકારી સામે આવી નથી પરંતુ ચીનના એક ચર્ચિત લેખતે આ વીડિયોને શેર કર્યો છે. નોંધનીય છે કે કોરોનાને લઈને ચીની સરકાર દ્વારા ઝીરો કોવિડ પોલિસી અપનાવવામાં આવી છે. હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news