'ચીનમાંથી નિકળશે કોરોનાના નવા વેરિએન્ટ...ગભરાવવાની જરૂર નથી, સાવધાની વર્તો-એક્સપર્ટ

એક ટોચના વૈજ્ઞાનિકે શુક્રવારે કહ્યું કે ભારતીય લોકોમાં હાઇબ્રિડ ઇમ્યુનિટી છે અને તેના લીધે સબ-વેરિએન્ટને કોઇ ખાસ અસર ભારતમાં જોવા નહી મળે. 

'ચીનમાંથી નિકળશે કોરોનાના નવા વેરિએન્ટ...ગભરાવવાની જરૂર નથી, સાવધાની વર્તો-એક્સપર્ટ

Expert On Coronavirus In India: ચીનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ચીનમાં દરરોજ લાખો કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તો બીજે તરફ મૃતકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ બધાની વચ્ચે ટાટા ઇન્સ્ટીટ્યૂટ ફોર જેનેટિક્સ એન્ડ સોસાયટી (બેંગ્લુરૂ) ના એક ટોચના વૈજ્ઞાનિકે શુક્રવારે કહ્યું કે ભારતીય લોકોમાં હાઇબ્રિડ ઇમ્યુનિટી છે અને તેના લીધે સબ-વેરિએન્ટને કોઇ ખાસ અસર ભારતમાં જોવા નહી મળે. 

જોકે વૈજ્ઞાનિકોએ કહ્યું કે લોકોને સાવધાન રહેવું જોઇએ, કારણ કે વાયરસના પ્રકોપ માટે એકમાત્ર ટૂલ મ્યૂટેશન. એએનઆઇ સાથે વાત કરતાં ટાટા ઇંસ્ટીટ્યૂટ ફોર જેનેટિક્સ એન્ડ સોસાયટીના નિર્દેશક ડો. રાકેશ મિશ્રાએ કહ્યું 'તે તમામ ઓમિક્રોનના સબ વેરિએન્ટ છે અને આ સંક્રમકતાના કેસમાં શક્તિશાળી છે. આ પ્રકારે આ નવી વસ્તુઓ પ્રાપ્ત કરે છે અને આપણને આશ્વર્યચકિત કરે છે.' 

'ચીનમાંથી નિકળશે બીજા કોરોનાના વેરિએન્ટ'
ડો. રાકેશ મિશ્રાએ કહ્યું કે 'આપણે વધુ સાવધાન રહેવું જોઇએ, કારણ કે આ વાયરસનો એકમાત્ર ટૂલ મ્યૂટેશન છે. હવે ચીન આગામી કેટલાક મહિના માટે આ વાયરસ માટે રમતનું મેદાન છે. તેનો અર્થ છે કે વાયરસ પાસે નવા પ્રયોગ અને ઘણા વેરિએન્ટ અજમાવવાની તક મળશે અને નવા વેરિએન્ટ ત્યાંથી નિકળશે.' 

કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂરી
ડો. મિશ્રાએ નવા વેરિએન્ટ વિશે ચેતાવણી આપી અને જીનોમિકની દેખરેખ પણ ભાર મુક્યો. તેમણે કહ્યું કે લોકોએ પોતાની સુરક્ષા ઓછી કરવી જોઇએ નહી અને માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. ડો. મિશ્રાએ આ વાત પણ પ્રકાશ નાખ્યો કે કોરોના વેક્સીનેશન અને હાઇબ્રિડ ઇમ્યુનિટીના લીધે ભારત સારી સ્થિતિ છે. 

'ચિંતા અથવા ગભરાવવાની જરૂર નથી'
તેમણે કહ્યું કે આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ અને હકિકતમાં અત્યારે ચિંતા કરવાની અથવા ગભરાવવાની કોઇ વાત નથી. તો બીજી તરફ ચીનમાં સ્થિતિની વ્યાખ્યા કરું છું તો તેમણે ઝીરો કોવિડ પોલિસીનું પાલન કર્યું જેણે બિમારીને ફેલાવા ન દીધી. એટલા માટે આ ચીનમાં બિમારીની શરૂઆત તરફ ફરવા જેવું છે. ચીને કોઇપણ લહેરને તબક્કાબદ્ધ કરી નથી. 

ભારત અને ચીનની વચ્ચે તુલના કરતાં ડો. મિશ્રાએ કહ્યું કે ભારતમાં પ્રતિરક્ષાનું મજબૂત માળખું છે અને ચીને તે સ્થિતિને વિકસિત કરી નથી. તેમણે બધા વેરિએન્ટ અને મ્યૂટેશનને ટ્રેક કરવા માટે વધુ ટેસ્ટ, જીનોમ સીક્વેંસિંગ અને પર્યાવરણની દેખરેખ પર ભાર મુક્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news