ટ્રમ્પનો દાવો 10 મિનિટ પહેલા અટકાવી દીધો ઇરાન પર થનારો હુમલો ! આ છે કારણ

ડોનાલ્ડ ટ્રમ્પે તબક્કાવાર કરેલા ટ્વીટમાં જણાવ્યું કે, તેઓ કોઇ જ ઉતાવળમાં નથી, અમેરિકી દળોને મોકલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બાદમાં તેને પરત ખેંચી લીધો

Updated By: Jun 21, 2019, 09:24 PM IST
ટ્રમ્પનો દાવો 10 મિનિટ પહેલા અટકાવી દીધો ઇરાન પર થનારો હુમલો ! આ છે કારણ

વોશિંગ્ટન : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, તેમને ઇરાન પર હુમલા કરવાની કોઇ જ ઉતાવળ નથી. ઇરાને ગુરૂવારે દાવો કર્યો હતો કે તેણે પોતાનાં હવાઇ ક્ષેત્રમાં જાસુસી કરવા માટે ઘુસી આવેલા અમેરિકી સૈન્ય ડ્રોનને તોડી પાડ્યું હતું. બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે તેનું ડ્રોન આંતરરાષ્ટ્રીય હવાઇ વિસ્તારમાં હતું જે ખોટી રીતે તોડી પાડવામાં આવ્યું છે. 

મોહાલીમાં સિદ્ધુ રાજનીતી ક્યારે છોડી રહ્યા છો? ના પોસ્ટર લાગતા ચકચાર
ટ્રમ્પે તબક્કાવાર ટ્વીટ કરીને કહ્યું કે, હું કોઇ જ ઉતાવળ કરવા નથી માંગતો. અમેરિકી રાષ્ટ્રપતિએ ઇરાનની આ કાર્યવાહીમાં જવાબ આપવા માટે અમેરિકી દલોને મોકલવાનો નિર્ણય લીધો હતો. જો કે ત્યાર બાદ તેને પરત લઇ લીધો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, હુમલાથી 10 મિનિટ પહેલા જ મે તેને અટકાવી દીધો હતો. તેમણે જણાવ્યું કે, એક જનરલમાં તેમણે જણાવ્યું હતું કે, ઇરાનની જેમ જ 150 મોત થઇ શકે છે અને પછી તેમને લાગ્યું કે આ એક સંતુલિત પ્રતિક્રિયા નહી હોય.

VIDEO: અમિત શાહ અને સીએમ ખટ્ટરનાં યોગ કાર્યક્રમમાં યોગ મેટ માટે મારામારી

NSG માં ભારતની એન્ટ્રી પર ફરીથી અડંગો લગાવશે ચીન, પહેલા પણ રોકતું રહ્યું છે રસ્તો

3 સ્થળો પર થવાનો હતો હુમલો
ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, તેઓ ઇરાન પર બોમ્બ વર્ષા કરવા માટેની કોઇ ઉતાવળ નથી. તેમણે જણાવ્યું કે, અમેરિકી સેનાઓએ ટાર્ગેટ સેટ કરી હથિયાર લોડ કરી લીધા હતા પરંતુ મોટા પ્રમાણમાં લોકોનાં જીવ જતા અટકાવવા માટે તેમણે અંતિમ મિનિટે નિર્ણય પાછો લીધો હતો. ગુરૂવારે મોડી રાત્રે પોતાનાં નિર્ણય અંગે ટ્રમ્પે લખ્યું કે, ગત્ત રાત્રે અમે 3 અલગ અલગ સ્થલો પર હુમલા માટે તૈયાર હતા. જ્યારે મે પુછ્યું કે કેટલા લોકોનાં મોત થશે તો એક જનરલનો જવાબ આપ્યો સર, 150 લોકો.

રાહુલ ગાંધીએ યોગની સાથે સાથે સેનાનો પણ ઉડાવ્યો મજાક, ટ્વીટર પર લોકો ધુંવાપુંવા
ટ્રમ્પે કહ્યું કે હુમલાથી 10 મિનિટ પહેલા મે તેને અટકાવી દીધો. તેમણે આગળ કહ્યું કે, અમારી સેના આધુનિક ટેક્નોલોજીથી લેસ વિશ્વની સૌથી શક્તિશાળી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, પ્રતિબંધ આકરા છે અને ગત્ત રાત્રે અન્ય પણ લગાવી દેવામાં આવ્યો. ઇરાન ક્યારે પણ પરમાણુ હથિયાર પ્રાપ્ત કરી શકે તેમ નથી, ન તો અમેરિકાની વિરુદ્ધ અને ન તો વિશ્વની વિરુદ્ધ ઉપયોગ કરવા માટે.