માતા દારૂ પીતી હતી અને બાળક રડવા લાગ્યું, નશેડી માએ ચાકૂના ઘા ઝીંકી દીધા, આંતરડા સુદ્ધા બહાર આવી ગયા!

Crime News: રિપોર્ટ મુજબ એક દોઢ વર્ષના બાળકની માતાએ પોતાના જ હાથે બાળકને મોતના મોઢામાં ધકેલી દીધો. આ ઘટના રશિયામાં રિપબ્લિક ઓફ બાશ્કોર્તોસ્તાનના એક ગામમાં ઘટી. જ્યારે આ મહિલાએ આ જઘન્ય કૃત્ય કર્યું ત્યારે તે નશામાં ચૂર હતી અને તેણે તેના પતિનો ગુસ્સો એક માસૂમ બાળક પર કાઢ્યો. 

માતા દારૂ પીતી હતી અને બાળક રડવા લાગ્યું, નશેડી માએ ચાકૂના ઘા ઝીંકી દીધા, આંતરડા સુદ્ધા બહાર આવી ગયા!

અનેકવાર એવું બનતું હોય છે કે માતા પિતા ખુબ મહત્વનું કામ કરતા હોય અને વચ્ચે બાળક રડવા લાગે ત્યારે માતા પિતા તેને વઢીને ચૂપ કરાવતા હોય છે. ન જ સાંભળે ત્યારે માતા પિતા છેલ્લે એક થપ્પડ પણ મારીને ચૂપ કરાવતા હોય છે. પરંતુ આનાથી વધુ કડકાઈ કદાચ કોઈ માતા પિતા ન કરી શકે. ખાસ કરીને એવું બાળક કે જેની ઉંમર 4-5 વર્ષથી વધારે ન હોય. પણ અહીં અમે તમને એક એવી માતા વિશે જણાવીશું જે કોઈ હેવાનથી જરાય કમ નથી. 

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ એક દોઢ વર્ષના બાળકની માતાએ પોતાના જ હાથે બાળકને મોતના મોઢામાં ધકેલી દીધો. આ ઘટના રશિયામાં રિપબ્લિક ઓફ બાશ્કોર્તોસ્તાનના એક ગામમાં ઘટી. જ્યારે આ મહિલાએ આ જઘન્ય કૃત્ય કર્યું ત્યારે તે નશામાં ચૂર હતી અને તેણે તેના પતિનો ગુસ્સો એક માસૂમ બાળક પર કાઢ્યો. 

પતિ સાથે ઝઘડો થયો, બાળકને ચાકૂ માર્યું
મહિલાનું નામ એઈદા છે અને જ્યારે તે વખતે તે તેના પતિ સાથે બેસીને દારૂ પી રહી હતી. બંને વચ્ચે એ વાતને લઈને દલીલ ચાલુ હતી કે ક્યાંક તેના પતિનું અફેર ક્યાંક બીજે તો નથી ચાલુ નથી. વાત વધવા લાગી અને આ બધા વચ્ચે મહિલાનો 18 મહિનાનો પુત્ર રડવા લાગ્યો. પતિ સાથે દલીલો અને નશા વચ્ચે બાળકના રૂદનથી મહિલા ખુબ ચિડાઈ ગઈ અને પતિનો ગુસ્સો માસૂમ બાળક પર કાઢ્યો. તેણે કિચનમાં વપરાતું ચાકૂ લઈને બાળકના પેટ પર અનેકવાર ઘા ઝીંક્યા. બાળક લોહીથી લથપથ થઈને ત્યાં પડ્યું રહ્યું. ઘટના બાદ ચાકૂ ફેંકીને 22 વર્ષની આ માતા બહાર જતી રહી અને પછી થોડીવાર બાદ એમ્બ્યુલન્સને કોલ કર્યો. 

બાળકના આંતરડા બહાર આવી ગયા હતા
જ્યારે પેરામેડિક્સની ટીમ ત્યાં પહોંચી તો બાળક લોહીના ખાબોચિયામાં પડ્યું હતું. તેમણે પોલીસને કોલ કર્યો અને બાળકને હોસ્પિટલ લઈ ગયા. તેમણે જોયું કે બાળકના આંતરડા પણ બહાર આવી ગયા હતા. ફટાફટ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું અને ડોક્ટરોએ કોઈ પણ રીતે તેના ઘા પર ટાંકા લીધા. રાહતની વાત એ રહી કે બાળકનો જીવ બચી ગયો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે એમ્બ્યુલન્સ બોલાવવા માટે રસ્તા પર જતા કોઈ વ્યક્તને કહ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news