અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી મચી, 950 લોકોના મોત, પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાનમાં ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. સવાર સવારમાં આવેલા આ ભૂકંપમાં 950 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ મહેસૂસ થયા.
Trending Photos
અફઘાનિસ્તાનમાં ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. સવાર સવારમાં આવેલા આ ભૂકંપમાં 280 લોકોના મોત થયા છે જ્યારે 600 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1ની મપાઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્રબિન્દુ અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું.
પાકિસ્તાનના પણ અનેક શહેરોમાં આંચકા મહેસૂસ થયા
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ મહેસૂસ થયા. સોશિયલ મીડિયા ઉપર પણ લોકો ભૂકંપની ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું કે ભૂકંપના આ આંચકા કેટલીક પળો માટે મહેસૂસ થયા. પરંતુ તેના કારણે લોકો ડરીને આમતેમ ભાગવા લાગ્યા હતા.
UPDATE | An earthquake of magnitude 6.1 killed 950 people in Afghanistan early on Wednesday, disaster management officials said, with more than 600 injured and the toll expected to grow as information trickles in from remote mountain villages: Reuters
— ANI (@ANI) June 22, 2022
આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, અને મુલ્તાનમાં આ આંચકા અનુભવાયા હતા. ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં પણ આંચકા અનુભવાયા હતા.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે