ચીનને ઘેરવા નવી રણનીતિ, અમેરિકાની સાથે આવ્યા 7 દેશ
USA-China Conflict: અમેરિકા અને ચીનમાં તણાવપૂર્ણ સંબંધો વચ્ચે 8 દેશોએ ડ્રેગન વિરુદ્ધ ગઠબંધન બનાવ્યું છે. ચીનને વ્યાપાર, સુરક્ષા અને માનવાધિકાર માટે ખતરો ગણાવવામાં આવ્યો છે. તેના પર ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે તે હવે 20મી સદી વાળુ ચીન નથી.
Trending Photos
પેઇચિંગ/વોશિંગટનઃ કોરોના વાયરસ, સાઉથ ચાઇના સી અને હોંગકોંગને લઈને ચીન વિશ્વના નિશાના પર છે. તો ભારતની સાથે લદ્દાખ સરહદ પર જારી તણાવ પર પણ વિશ્વની નજર છે. તેવામાં અમેરિકા સહિત 8 દેશોએ ચીનની તાકાતને વૈશ્વિક વ્યાપાર, સુરક્ષા અને માનવાધિકારો માટે ખતરો માનતા એક ગઠબંધ બનાવ્યું છે. આ ઇન્ટર-પાર્લામેન્ટ્રી એલાયન્સ ઓન ચાઇના (IPAC)ને ચીનમાં 'બનાવટી' ગણઆવવામાં આવી રહ્યો છે. ચીને કહ્યું કે, 20મી સદીની જેમ તેને પરેશાન કરી શકાશે નહીં. તેણે કહ્યું કે, પશ્ચિમના નેતાઓએ શીત યુદ્ધ વાળા વિચારોમાંથી બહાર આવવું જોઈએ.
એક સાથે ચીનને જવાબ આપવાની પહેલ
બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, શુક્રવારે IPACને લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં અમેરિકા, જર્મની, બ્રિટેન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વીડન, નોર્વે અને યૂરોપની સંસદના સભ્યો સામેલ છે. આ ગઠબંધનનો ઇરાદો ચીન સાથે જોડાયેલા મુદ્દા પર સક્રિયતાથી રણનીતિ બનાવીને સહયોગની સાથે યોગ્ય પ્રતિક્રિયા આપવાનો છે. ચીનના આલોચક અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના સેનેટર માર્ક રૂબિયો IPACના સહ-અધ્યક્ષોમાંથી એક છે.
ચુકવવી પડે છે કિંમત
રૂબિયોએ કહ્યુ કે, કમ્યૂનિસ્ટ પાર્ટીના રાજમાં ચીન વિશ્વની સામે પડકારો રજૂ કરી રહ્યું છે. ગઠબંધનનું તે પણ કહેવું છે કે ચીનની વિરુદ્ધ ઉભા થનાર દેશોએ તેનો મુકાબલો એકલા કરવો પડે છે અને મોટી કિંમત પણ ચુકવવી પડે છે. કોરોના વાયરસ ફેલાયા બાદથી ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તણાવ વધી રહ્યો છે, જેની અસર બંન્નેના ટ્રેડ અને ટ્રાવેલ સંબંધો પર પણ જોવા મળી રહી છે.
1900ના દાયકા વાળું નથી રહ્યું ચીન
ચીનમાં આ પગલાની તુલના 1900ના દાયકામાં બ્રિટન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, રૂપ, જાપાન, ઇટાલી અને ઓસ્ટ્રેલિયા-હંગરીના 8 નેશન ગઠબંધન સાથે કરવામાં આવી રહી છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે, ત્યારે આ સેનાઓએ પેઇચિંગ અને બીજા શહેરોમાં લૂટફાટ મચાવી હતી અને સામ્રાજ્યવાદ વિરુદ્ધ ચાલી રહેલા યિહેતુઆન આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
ચીન બોલ્યુ- અમારા હિતોને કચડવા નહીં દઈએ
પેઇચિંગમાં ચાઇન ફોરેન અફેયર્સ યુનિવર્સિટીના નિષ્ણાંત લી હાઇડોન્ગનુ કહેવુ છે કે ચીન હવે 1900ના દાયકાની જેમ નથી રહ્યું અને તે પોતાના હિતોને કચડવા દેશે નહીં. લીનુ કહેવુ છે કે અમેરિકા પોતાના હિસને સાધવા માટે બીજા દેશોની સરકારો તથા એજન્સીઓે પોતાની સાથે ચીન વિરોધી ગતિવિધિઓમાં સામેલ કરવા ઈચ્છે છે અને પશ્ચિમમાં ચીન વિરોધી માહોલ બનાવવા ઈચ્છે છે.
ભારત અને ચીન વચ્ચે થઈ વાતચીત
ભારત-ચીન સરહદ પર જારી તણાવ વચ્ચે શનિવારે બંન્ને દેશો તરફથી લેફ્ટિનેન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. ભારતીય સેનાના સૂત્રોએ જણઆવ્યું કે, વાતચીત પૂરી થયા બાદ 14 કોર્પ્સના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ લેહ પરત ફરી ગયું છે. બિનસત્તાવાર સૂત્રો પ્રમાણે, સરહદ પર જારી તણાવને ઓછો કરવા માટે બંન્ને દેશોનો આ મોટો પ્રયત્ન હતો. બંન્ને દેશો વચ્ચે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતચીતનો સિલસિલો યથાવત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે