રથયાત્રાની તડામાર તૈયારીઓ, સમગ્ર રૂટ પર પોલીસનો ખડકલો, ગૃહમંત્રી જાત તપાસ કરશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તારીખ ૯મી જુલાઈના રોજ સવારે 10:30 કલાકે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે.ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા સંદર્ભે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી તમામ તૈયારીઓ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ રૂટ નિરીક્ષણ કરશે. મંત્રી રૂટ નિરીક્ષણ દરમિયાન સરસપુર મંદિર અને લીમડા ચોક - દરિયાપુર એમ બે સ્થળોની મુલાકાત પણ લેશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. 

Updated By: Jul 8, 2021, 09:44 PM IST
રથયાત્રાની તડામાર તૈયારીઓ, સમગ્ર રૂટ પર પોલીસનો ખડકલો, ગૃહમંત્રી જાત તપાસ કરશે

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તારીખ ૯મી જુલાઈના રોજ સવારે 10:30 કલાકે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે.ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા સંદર્ભે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી તમામ તૈયારીઓ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ રૂટ નિરીક્ષણ કરશે. મંત્રી રૂટ નિરીક્ષણ દરમિયાન સરસપુર મંદિર અને લીમડા ચોક - દરિયાપુર એમ બે સ્થળોની મુલાકાત પણ લેશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. 

રથયાત્રા સંદર્ભે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા અને રથયાત્રાનું રૂટ નિરિક્ષણ કરશે. ગૃહરાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજા તા- ૯ જુલાઈના રોજ સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. 
કોવીડ ૧૯ ના પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા નીકળવાની છે ત્યારે ગૃહરાજ્યમંત્રી મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે. 
જગન્નાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા કોવીડ પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે નીકળનારી યાત્રા તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સુરક્ષા બંદોબસ્તનું પ્રેઝન્ટેશન પણ નિહાળશે. ત્યારબાદ યાત્રા જે રુટ પર નીકળવાની છે તે રૂટ પર સરસપુર અને દરિયાપુર એમ બે સ્થળોની જાત  -મુલાકાત સહિત સમગ્ર રૂટનું નિરિક્ષણ પણ કરશે. ગૃહરાજ્યમંત્રી સાથે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ રૂટ નિરિક્ષણમાં જોડાશે. 

આ ઉપરાંત રથયાત્રામાં ડીસીપી અને તેનાથી ઉચ્ચ 32 અધિકારીઓ, એસીબી કક્ષાના 74 અધિકારી, પીઆઇ કક્ષાના 230 અધિકારીઓ, પીએસઆઇ કક્ષાના 607 પોલીસ કર્મચારીઓ, હેડ કોન્સ્ટેબલ કક્ષાના 11800 કર્મચારી, 34 એસઆરપી કંપની, સીઆરપીએફની 9 કંપની, ચેતક કમાન્ડોની 1 કંપની, 5900 હોમ ગાર્ડ, બીડીડીએસની 13 ટીમ, ક્યુઆરટીની 15 ટીમને તહેનાત કરવામાં આવશે. આ તમામ સ્ટાફ રથયાત્રા સુચારૂ રીતે નિકળે ઉપરાંત સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂનું પાલન અને કાયદો વ્યવસ્થાની કામગીરી સંભાળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube