મિસ્ત્રના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું નિધન, ત્રણ દાયકા સુધી સંભાળી સત્તા

મિસ્ત્રમાં ત્રણ દાયકા સુધી શાસન કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું નિધન થઈ ગયું છે. તેઓ 91 વર્ષના હતા. 


 

મિસ્ત્રના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું નિધન, ત્રણ દાયકા સુધી સંભાળી સત્તા

કાહિરાઃ મિસ્ત્રના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું કાહિરાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના પરિવારજનોએ આ વાતની જાણકારી આપી છે. મુબારક 91 વર્ષના હતા. સેના તરફથી 2011માં સત્તામાંથી હટાવ્યા પહેલા હોસ્ની મુબારક ત્રણ દાયકા સુધી દેશના સર્વોચ્ચ પદ પર રહ્યાં હતા. તેમણે દેશમાં 18 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનો બાદ 11 ફેબ્રુઆરી, 2011ના રાજીનામું આપવામાં આવ્યું હતું. 

91 વર્ષની ઉંમરમાં હોસ્ની મુબારકનું નિધન
હોસ્ની મુબારકના નિધનની જાણકારી દેશની સરકારી ટીવીએ આપી છે. મુબારક વિશે જણાવવામાં આવ્યું કે, લગભગ ત્રણ દાયકા સુધી શાસન કરનાર હોસ્ની મુબારકને આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓની હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમની સજાને માફ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ માર્ચ 2017માં તેમને જેલમાંથી છોડી દેવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news